GujaratAhmedabad

પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવાર માટે સારા સમાચાર, સરકારે બમ્પર ભરતી બહાર પાડશે, જાણો વિગત

પોલીસ વિભાગમાં જવા ઈચ્છતા યુવાઓને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં 12 હજાર જેટલી પોલીસ ભરતીઓ કરવામાં આવશે. ગૃહ વિભાગ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં એક સોગંદનામું રજુ કરાયું છે. આ બાબતમાં હવે ત્રણ અઠવાડિયા પછી વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. પોલીસ ભરતી અંગે હાઇકોર્ટમાં સુઓમોટો અરજી કરવામાં આવી હતી.

આ અગાઉ ગુજરાત હાઇકોર્ટ દ્વારા પોલીસ ભરતી અંગે માહિતી આપવા સરકારને આદેશ આપવામાં આવ્યો હતો. વર્ષ 2023 ની સ્થિતિ મુજબ ખાલી પડેલી જગ્યા ભરવા આદેશ અપાયો હતો. ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકારને પૂછવામાં આવ્યું હતું કે, કેટલા પોલીસ કર્મીઓની ભરતી કરી? બાકી રહેલી જગ્યાઓ અને કેટલી ભરતી બહાર પાડી છે, તેની પણ વિગત જણાવો. પોલીસકર્મીઓ મુદ્દે વિગતવાર રિપોર્ટ રજૂ કરવા સરકારને હાઇકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો. પોલીસકર્મીઓ મુદ્દે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સુઓમોટો લેવામાં આવ્યો હતો.

આ મામલામાં હાઇકોર્ટમાં ચીફ જજ સુનિતા અગ્રવાલ અને જજ અનિરૂદ્ધ માયીની બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં પોલીસ બેડામાં ખાલી પડેલ જગ્યાઓ વિશે રજૂઆત કરાઈ હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા સરકારને સવાલ કરવામાં આવ્યો છે કે બાકી રહેલી જગ્યાઓ અને કેટલી ભરતી બહાર પાડી છે તેની જાણકારી આપો. પોલીસકર્મીઓ મુદે વિગતવાર રિપોર્ટમાં રજૂ કરવા હાઇકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો  છે. તેમાં પોલીસકર્મીઓ મુદે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો લેવામાં આવ્યો હતો. આ મુદ્દે વધુ સુનાવણી 30 જાન્યુઆરી, 2024 ના રોજ રખાઈ હતી.

પોલીસ વિભાગમાં જવાની ઈચ્છા ધરાવનાર યુવાઓ માટે સારા સમાચાર છે કેમકે પોલીસ વિભાગમાં મોટી સંખ્યામાં ભરતી થવા જઈ રહી છે. આવનારા સમયમાં 12 હજાર જગ્યાઓ માટે ભરતીનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટી ભરતીની જાહેરાત કરવામાં આવશે. નોટીફિકેશન બાદ પોલીસ રીક્રુટમેન્ટ બોર્ડ પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવશે. ફાસ્ટ્રેક મોડમાં તમામ પરીક્ષાઓ લેવામાં આવશે. આગામી 2024 ની લોકસભા ચૂંટણી પહેલા પરીક્ષા બાદની રીક્રુટમેન્ટ પ્રોસેસ પૂરી કરવા રાજ્ય સરકારની સૂચના અપાઈ છે.