હિંદુ ધર્મમાં તહેવારોનું એક ખાસ મહત્વ હોય છે. ત્યારે 22 તારીખ શનિવારના રોજ અખાત્રીજનો તહેવાર છે. આ તહેવારને ધન વૈભવ તેમજ સુખ-સંપત્તિ વધારનાર મહાપર્વ માનવામાં આવે છે. ત્યારે અખાત્રીજના આ પર્વ પહેલા જ સોનાના ભાવમાં ઘટાડો નોંધાતા લોકોમાં ખુશીનો માહોલ છે. સલામત રોલકાણની માંગને કારણે પાછલા એક વર્ષમાં સોનાના ભાવમાં 10% જેટલી તેજી પાછલા એક વર્ષમાં જોવા મળી છે. વૈશ્વિક નાણાકીય અસ્થિરતાના ડરના કારણે રોકાણકારો સોનુ ખરીદીને રોકાણ કરી રહ્યા છે. જેને કારણે સતત સોનાના ભાવમાં સુધારા આવી રહ્યા. છેલ્લા ઘણા સમયથી સતત વધારા પછી આજે સોનાના ભાવમાં નજીવો ઘટાડો ભાવમાં જોવા મળ્યો છે.
ઉલ્લેખનીય છે કે, 1 વર્ષથી સતત ભાવ વધારા પછી સોનાના ભાવમાં નજીવો ઘટાડો નોંધાયો છે. 24 કેરેટ શુદ્ધતા ધરાવનાર સોનાનો ભાવ સુરત વ્યાપાર બજારમાં 10 ગ્રામએ 200 રૂપિયા ઘટી જતા સોનું હવે 62,300 રૂપિયાની સપાટીએ આવ્યું હતું. 22 કેરેટ સોનાના ભાવમાં પણ ઝવેરી બજારમાં આજે 300રૂપિયાનો ઘટાડો થતા સોનાનો ભાવ 54,200રૂપિયાની સપાટીએ આવ્યો હતો.
નોંધનીય છે કે, 24 કેરેટ શુદ્ધતા ધરાવનાર 10 ગ્રામ સોનાનો ભાવ ગતરોજ 62,500 રૂપિયા હતો. જે આજે ઘટીને 62,300 રૂપિયા થઈ ગયો છે. તેમજ 22 કેરેટ શુદ્ધતા ધરાવનાર 10 ગ્રામ સોનાનો ભાવ ગત રોજ 54,500 રૂપિયા હતો જે આજે ઘટીને 54,200 રૂપિયા થઈ ગયો છે.
તમને જણાવી દઈએ કે, સોનાનો ભાવ જાહેર કર્યા પછી સોનાના ભાવ ઉપર 3% GST લગાવવામાં આવે છે. અને 22 કેરેટ શુદ્ધતા ધરાવતા સોનાના ભાવમાં ઘડામણની મજૂરી પણ અલગથી ગણવામાં આવતી હોય છે. જ્વેલર્સ અનુસાર 22 કેરેટ શુદ્ધતા ધરાવનાર સોનાના ભાવમાં ઘરેણાંની મજૂરીનો દર જુદો જુદો હોય છે.જેથી જવેલર્સ પ્રમાણે ઘરેણાના ભાવ પણ જુદા જુદા જોવા મળે છે.