રાજ્યસભામાં વિરોધ બાદ આજે સુરતમાં પરસોત્તમ રૂપાલા ના સમર્થનમાં સ્નેહમિલન નું આયોજન કરવામાં આવ્યું છે. મોટા વરાછા ના ગોપી ફાર્મમાં સ્નેહમિલન આયોજિત કરાયું છે. સુરતમાં વસતા રાજકોટ વાસીઓ સાથે સ્નેહમિલનમાં ચર્ચા કરવામાં આવશે. આજ વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવારની પણ સભા યોજાવાની છે. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી અને આપ નાં નેતા ગોપાલ ઇટાલિયા હાજર રહેવાના છે.
ગોપાલ ઇટાલીયા દ્વારા પુરુષોત્તમ રૂપાલા ને લઈને મોટું નિવેદન આપવામાં આવ્યું છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પુરુષોત્તમ રૂપાલાએ લોકસભાની ઉમેદવારી થી રાજીનામું આપી દેવું જોઈએ. ભાજપ દ્વારા સમાજ ની માંગણી ને સ્વીકારી લેવી જોઈએ. ભાજપની શું મજબૂરી છે કે, આટલા વિશાળ સમાજની માંગ હોવા છતાં કેમ હટાવતા આવતા નથી. .
રાજકોટ બેઠક પર ના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ ના વિરુદ્ધ આપેલ નિવેદનને લઈને ચર્ચાનો વિષય બન્યા છે. એવામાં તેમને લઈને સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરવા માટે તૈયાર નથી. તેમની એક જ માંગ રહેલી છે કે, રૂપાલાની ટિકિટ કેન્સલ કરવામાં આવે ત્યાં હવે પુરુષોત્તમ રૂપાલા નો આ વિવાદ હવે સમગ્ર દેશ વ્યાપી બન્યો ગયેલ છે. રૂપાલાના સમર્થન માટે પાટીદાર સમાજે કેમ્પેઈન નો ની શરૂઆત કરવામાં આવી છે. પાટીદાર સમાજના યુવાનો દ્વારા હેશટેગ આઈ એમ વિથ રૂપાલાના નામ સાથે સમર્થન જાહેર કરવામાં આવ્યું છે.