રાજ્યમાં આજે કુલ 340 નવા કેસ: અમદાવાદમાં નોંધાયેલા 260 કેસના સરનામાં, ઉંમર સહિતની વિગતો જુઓ

ગુરજતમાં આજે કોરોનાના 340 નવા કેસ સામે આવ્યા છે અને 20 દર્દીના મૃત્યુ થયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ કોરોનાના કુલ 9,932 કેસ નોંધાયા છે અને 606 લોકોના મોત થયા છે.

રાજ્યમાં 9,932 કેસમાંથી 43 વેન્ટીલેટર પર છે અને 5,248 દર્દીની હાલત સ્થિર છે.

અમદાવાદમાં 24 કલાકમાં કોરોનાના 261 કેસ નોંધાયા છે.14 લોકોના મૃત્યુ થયા છે.

અમદાવાદમાં કુલ કેસની સંખ્યા 7,171 થઈ છે.

એક સપ્તા સંપૂર્ણ લોકડાઉન રાખવા છતાં કેસ વધી જ રહયા છે.

અમદાવાદમાં અત્યારસુધી કુલ 2,382 લોકો ડિસ્ચાર્જ થયા છે.

શહેરમાં આજથી શાકભાજી અને કરીયાણાની દુકાનો શરૂ થઈ છે પણ દુકાન માલિકોએ તમામ નિયમોનું પાલન કરવું પડશે.

શહેરના દરેક વિસ્તારમાં કોરોના ના કેસ સામે આવી રહયા છે.