AhmedabadCorona VirusGandhinagarGujaratMadhya GujaratNorth GujaratSouth Gujarat

ગુજરાતમાં 24 કલાકમાં કોરોના ના 398 કેસ, અમદાવાદમાં જ 278 કેસ, ગુજરાતમાં આજે 454 દર્દી સાજા થયા

ગુજરાતમાં આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા આજના પોઝિટિવ દર્દી કરતા વધી ગયા છે. ગુજરાતનો ડિસ્ચાર્જ દર 32.64% થયો છે. આરોગ્ય અગ્ર સચિવે જણાવ્યું હતું કે આજે રાજ્યમાં 454 દર્દીને રજા આપી છે. 24 કલાકમાં 398 નવા કેસ નોંધાયા છે અને 21 દર્દીના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8195 દર્દી નોંધાયા છે અને કુલ મૃત્યુઆંક 493 થયો છે. આજે અમદાવાદમા 278 કેસ, સુરતમાં 41, વડોદરામાં 25, ગાંધીનગરમાં 10 કેસ, મહેસાણા માં 8 કેસ, ગીર-સોમનાથમાં 8 કેસ, સાબરકાંઠામાં 6, બનાસકાંઠામાં 4 કેસ, પાટણ અને બોટાદમાં 3-3 કેસ, પંચમહાલ, અરવલ્લી અને સુરેન્દ્રનગરમાં 2 અને આણંદ, કચ્છ, મોરબીમાં 1-1 કેસ સામે આવ્યા છે.

અમદાવાદ શહેરમાં કોરોના હવે કાબૂમાં રહ્યો નથી.અમદાવાદમાં 24 કલાકમાં 278 નવા કેસ સામે આવ્યા છે અને 18 દર્દીઓના મોત થયા છે. અમદાવાદમાં કુલ 5,818 કેસ અને મૃત્યુઆંક 381 થયો છે. AMCના 3 કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.બોડકદેવ વોર્ડના 3 કર્મચારીઓ કોરોના પોઝિટિવ સામે આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં કોરોના બેકાબુ બનતા 7 દિવસ એટલે કે 15 મેં સુધી શહેરના સંપૂર્ણપણે લોકડાઉન કરી દેવામાં આવ્યું છે જેમાં દવા અને દૂધ સિવાયની તમામ દુકાનો બંધ કર આદેશ આપયો છે. અમદાવાદમાં સુપર સ્પ્રેડર્સ એવા શાકભાજી વેચનાર, દૂધ વેચનારનું સ્ક્રીનિંગ કરવામાં આવશે તેવું તંત્ર દ્વારા કહેવાયુ છે.