ગુજરાતમાં કોરોના ના કેસ ઘટવાનું નામ જ નથી લઇ રહ્યા ત્યારે આજે 300 થી વધુ નવા કેસ સામે આવ્યા છે. દેશમાં સૌથી વધુ કોરોના ના કેસ મા મહારાષ્ટ્ર સાથે ગુજરાત પણ આવે છે. એપ્રિલ મહિનાના છેલ્લા દિવસે ગુજરાતમાં કુલ 4,395 પોઝિટીવ કેસ નોંધાયા હતા. આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 326 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે અને 22 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 236 થયો છે અને રાજ્યમાં કુલ કેસની સંખ્યા 4721 પહોંચી ગઈ છે.આજે રાજ્યમાં એક જ દિવસમાં સૌથી વધુ 22 ના મોત થયા છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના સ્થાપના દિવસે પંચમહાલના સરપંચો સાથે વીડિયો કોન્ફરન્સથી સંવાદ કર્યો હતો. તેમણે કોરોનાનું સંક્રમણ અટકાવવા દરેક સરપંચ ‘મારું ગામ કોરોનામુક્ત ગામ’ એવો સંકલ્પ કરે તેવું આહ્વાન કર્યું છે. ગામમાં આવનારા તથા બહાર જનારા સૌની અવરજવર માટે રજીસ્ટર રાખવામાં આવ્યું છે તેને અન્ય ગામો પણ પાલન કરે તેવી અપીલ કરાઈ છે.