ગુજરાતમાં કોરોનનો કહેર: ભાવનગરમાં એક જ દિવસમાં 5 નવા કેસ, રાજ્યમાં કુલ 69 કેસ
દેશ-દુનિયામાં કોરોના ના કેસ દિવસે ને દિવસે વધી રહયા છે ત્યારે હવે ગુજરાતમાં પણ કોરોના એ માથું ઊંચક્યું છે.આજે ભાવનગરમાં નવા પાંચ કેસ નોંધાતા સનસનાટી મચી ગઈ છે.એકે જ દિવસમાં ભવનગરમાં 5 કેસ વધતા ગુજરાતમાં કોરોના ના કુલ કેસ નો આંકડો 69 પર પહોંચી ગયો છે.ભાવનગરમાં એક વ્યક્તિનું મૃત્યુ થતા રાજ્યમાં કુલ 6ના મોત નીપજ્યાં છે. 23 કેસ અમદાવાદમાં છે જે રાજ્યમા શહેર મુજબ જોઈએ તો સૌથી વધુ છે.
આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે 69 કેસમાં વિદેશ ટ્રાવેલ કરેણ 32 લોકો, 4 આંતરરાજ્યમાંથી આવ્યા હતા. 33 લોકો લોકલ સંક્રમણના છે. પોઝિટિવ કેસના 3થી 5 કિમિ તમામ વિસ્તારમાં ચકાસણી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં ગઇકાલથી અત્યારસુધીમાં નવા છ કેસ નોંધાયા છે. 5 કેસ ભાવનગરમાં અને 1 કેસ અમદાવાદમાં નોંધાયો છે. અમદાવાદના 36 વર્ષીય પુરુષ અમેરિકાથી આવ્યા હતા તેમનો કેસ પોઝિટિવ આવ્યો છે.ભાવનગરમાં જે મહિલાનું મોત નીપજ્યું તેમને મગજની બીમારી હતી.
જો દેશની વાત કરીએ તો 12 પોઝિટિવ કેસ આજે મહારાષ્ટ્રમાં. સોમવારે 116 નવા કેસ સામે આવ્યા છે. આ પહેલા 143 અને શુક્રવારે સૌથી વધારે 151 રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. દેશમાં કુલ કેસની સંખ્યા 1160 થઈ ગઈ છે અને 32 લોકોના મોત થઈ ચુક્યા છે.