AhmedabadCorona VirusGujarat

ગુજરાતમાં સ્થિતિ ચિંતાજનક: અમદાવાદમાં એક જ દિવસમાં 50 નવા કેસ આવતા કુલ 133 કેસ, રાજ્યમાં કુલ 241 કેસ

રાજ્યમા કોરોના ના કેસને લઈને ચિંતા વધી ગઈ છે. આજે એકસાથે નવા 55 જેટલા પોઝિટિવ કેસ નોંધાતા સરકાર દોડતી થઇ ગઈ છે. 50 કેસ તો ખાલી અમદાવાદમાં જ નોંધાયા છે. આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે અમદાવાદમાં નવા 50 કેસો નોંધાયા છે અને આટલા બધા પોઝિટિવ કેસો આવી રહ્યાં છે તેનું કારણ હોટસ્પોટ અને ક્લસ્ટર કરવામાં આવેલા વિસ્તારોમાં ચેકિંગ અને ટેસ્ટિંગ છે. ટેસ્ટિંગ વધારવાથી નવા કેસ સામે આવી રહયા છે અને આગામી દિવસોમાં હજુ પણ વધુ કે સામે આવી શકે છે.

જેમ કોરોનાના ટેસ્ટ વધારવામાં આવ્યા તેમ લોકલ ટ્રાન્સમિશનના કેસોમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં કુલ 241 પોઝિટિવ કેસ સામે આવી ચુક્યા છે. 176 દર્દીઓ લોકલ ટ્રાન્સમિશનના છે. છેલ્લા 24 કલાકમાં 1788 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 62 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કુલ 12352 લોકોને ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે.

અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે ગઇકાલથી અત્યારસુધીમાં 55 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યારસુધીમાં 241 પોઝિટિવ કેસ થયા છે.કુલ મૃત્યાંક 17એ પહોંચ્યો છે. ક્લસ્ટર અને હોટસ્પોટ વિસ્તારમાં ટેસ્ટિંગ વધારવામાં આવ્યું હોવાથી કેસમા વધારો થઇ રહ્યો છે.

રાજકોટમાં કોરોના વાઇરસના શંકાસ્પદ 68 કેસ નોંધાયા છે. તમામના સેમ્પલ ટેસ્ટ માટે મોકલાયા છે. જેમાં 65 દર્દીના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. હજી ત્રણના રિપોર્ટ આવવાના બાકી છે. છેલ્લે જે પોઝિટિવ કેસ આવ્યો હતો ત્યાં જંગલેશ્વરમાં ફરીથી કલસ્ટર કન્ટીન્યૂ સ્ટ્રેટરજી લાગુ કરી દીધી છે.