AhmedabadGujarat

ગુજરાત સરકારે વર્ગ-3 ની ભરતી માટે જાહેર કર્યા નવા નિયમો, જાણો શું કરવામાં આવ્યા ફેરફાર…

સરકારી નોકરીની રાહ જોઈ રહેલા યુવાનોને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા સરકારી ભરતીના નિયમો બદલી નાખવામાં આવ્યા છે. એટલે કે સરકારી નોકરીની ભરતી પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠક અને નિષ્ણાતો સાથે ના લાંબા અધ્યયન પછી આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં વર્ગ-3 ની ભરતી માટે પરીક્ષાનું નવું માળખું જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા વર્ગ-3 ની ભરતી માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે છે. તે અંતર્ગત હવે ઓફિસ આસિસ્ટન્ટ, જુનિયર-સિનિયર અને હેડ ક્લાર્કની સંયુક્ત પરીક્ષાનું આયોજન કરાશે. આ અગાઉ આ પરીક્ષા અલગ અલગ લેવામાં આવતી હતી. તેની સાથે હવેથી આ ભરતી માટે પ્રિલીમ પરીક્ષા અને મુખ્ય પરીક્ષા એમ બે પ્રકારમાં  પરીક્ષા લેવાશે. પ્રિલીમ પરીક્ષામાં પાસ ઉમેદવારોની સરકારી નોકરી ની ભરતી માટે મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. જયારે મુખ્ય પરીક્ષાના માર્ક્સ ના આધારે જ મેરીટ જાહેર કરાશે.

નોંધનીય છે કે, આ અગાઉ વર્ગ-3 ની ભરતી માટે માત્ર એક જ વખત પરીક્ષા લેવાતી નથી. જ્પયારે રીક્ષાનું પરીણામ જાહેર કરવામાં આવતા જ સીધી ભરતી કરીને ઓર્ડર આપી દેવાતા હતા. તેમ છતાં સૂત્રોનું માનીએ તો સરકારી નોકરી ની ભરતીઓ માટેની પરીક્ષાઓમાં અવારનવાર પેપરલીક કાંડ અને ગેરરીતિઓ ને અટકાવવા સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો  છે. આ પ્રક્રિયાના લીધે ઉમેદવારોએ બે વખત પરીક્ષા આપવી પડશે. તેમ છતાં, તેનાથી યોગ્ય ઉમેદવારને તક મળી રહે તે માટે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.