BjpGujaratMadhya GujaratPolitics

મુખ્યમંત્રીના અચ્છે દિન: 200 કરોડનું નવું વિમાન મગાવ્યું, 15 દિવસમાં આવી જશે ગુજરાત

આમ જનતાની હાલત સુધરે કે ના સુધરે પણ ગુજરાતના મુખ્યમંત્રી અને અન્ય વીવીઆઈપીઓની સુવિધામાં ચાર ચાંદ લાગવા જઈ રહ્યા છે. બોમ્બાર્ડિયર ચેલેન્જર 650 નામનું એરક્રાફ્ટ બે અઠવાડિયામાં ગુજરાત આવી જશે. એરક્રાફ્ટની રેન્જ વધારે છે.આ એરક્રાફટની કિંમત 200 કરોડ રૂપિયા છે.

હાલ રાજ્ય સરકાર પાસે જે એરક્રાફ્ટ છે તે 20 વર્ષથી ઉપયોગમાં લેવાઈ રહ્યું છે. એરક્રાફ્ટની ડિલિવરી ગુજરાતના એવિએશન ડિપાર્ટમેન્ટ GUJSAIL દ્વારા લેવામાં આવશે.

નવા એરક્રાફ્ટ ચેલેન્જર 650 જેટની રેન્જ 7000 કિમી છે.ચેલેન્જર 650 જેટમાં 12 વ્યક્તિ બેસી શકે તેવી સુવિધા છે. તેની ઝડપ 890 કિલોમીટર પ્રતિ કલાક છે. હાલ જે એરક્રાફ્ટ છે તેની ઝડપ ઓછી છે અને બેઠક ક્ષમતા 8 લોકોની જ છે.

નવા એરક્રાફ્ટનો ઉપયોગ ગુજરાતના મુખ્યમંત્રી ઉપરાંત વીવીઆઈપીઓ માટે કરવામાં આવશે.ગુજરાથી સીધા ચીન, જાપાન, સિંગાપોર, રશિયાના કેટલાક ભાગ પર આરામથી પહોંચી શકાશે.ભારતમાં જ લાંબા અંતરની મુસાફરી પણ ઓછા સમયમાં થઇ શકશે.

નવા એરક્રાફ્ટને ઉડાવવા માટે પાઈલટ્સને અલગ ટ્રેનિંગ આપવામાં આવશે. ટ્રેનિંગ પૂરી થયા પછી રાજ્યના વીવીઆઈપીઓ તેમાં મુસાફરી કરી શકશે તેવું સૂત્રોનું કહેવું છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે