AhmedabadCorona VirusGujarathealthIndiaMadhya GujaratNorth Gujarat

Corona : ગુજરાતમાં 6 નવા કેસ સાથે કુલ 53 કેસ, હવેથી આંકડો વધવાની શક્યતા

ગુજરાતમાં પણ હવે કોરોના માથું ઊંચકી રહ્યો છે.ગુજરાતમાં દિવસે ને દિવસે કેસ વધી રહયા છે ત્યારે આજે 6 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 53 થઇ ગઇ છે. કોરોનાના કારણે અત્યાર સુધીમાં 3 લોકોના મોત નીપજ્યાં છે. આરોગ્ય અગ્ર સચિવે માહિતી આપતા જણાવ્યું છેકે. અમદાવાદમાં 3, વડોદરા, ગાંધીનગર અને મહેસાણા 1-1 નવા કેસ નોંધાયા છે. કુલ કેસ ની વાત કરીએ તોઅમદાવાદમાં 18, વડોદરામાં 9, રાજકોટમાં 8, ગાંધીનગરમાં 8, સુરત 7 જ્યારે કચ્છ, ભાવનગર અને મહેસાણામાં 1-1 કેસ છે.

આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે રાજ્યમાં ઇન્ક્યુબેશન પરિયડ્સ ચાલુ હોવાથી કેસમાં વધારો થઇ શકે છે. 5 એપ્રિલ સુધી કેસમાં વધારો થાય તેવી સંભાવના છે.હવે લોકલ કેસ પણ વધવા લાગ્યા છે.

જો દેશની વાત કરીએ તો દેશમાં અત્યાર સુધી કુલ 900 કેસ સામે આવી ચુક્યા છે. 791 લોકો હોસ્પિટલમાં છે અને 76 સ્વસ્થ થઈ ચુક્યા છે.શુક્રવાર સુધી 22 લોકોના મોત થઈ ચુક્યા છે. એક દિવસમાં સૌથી વધારે 151 કેસ શુક્રવારે જ સામે આવ્યા છે.રાજસ્થાનમાં કુલ કેસ 50 છે. રાજ્યમાં શુક્રવારે કોરોનાના સાત નવા કેસ સામે આવ્યા હતા. ભીલવાડામાં સૌથી વધારે 21 દર્દી છે.

મહારાષ્ટ્રની વાત કરીએ તો કુલ 154 કેસ છે. નવી મુંબઈ વિસ્તારમાં એક બાળકમાં પણ પોઝિટિવ કેસ સામે આવ્યો છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કુલ 154 કેસ સામે આવી ચુક્યા છે. શુક્રવારે પોઝિટિવ મળેલા 29 દર્દીમાંથી માત્ર 15 સાંગલીના છે.