ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આ ફિલ્મને 70 માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સ-2022 માં ત્રણ-ત્રણ એવોર્ડ પ્રાપ્ત થયા છે. એવામાં આ સમાચાર સામે આવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ ફિલ્મનાં નિર્માતા, દિગ્દર્શક અને કલાકારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે, વિરલ શાહ દિગ્દર્શિત અને પાર્થીવ ગોહિલ-માનસી પારેખ દ્વારા નિર્માણ કરવામાં આવેલ ફિલ્મ કચ્છ એક્સપ્રેસ ફિલ્મને ત્રણ-ત્રણ એવોર્ડ પ્રાપ્ત થયા છે. આ ફિલ્મને લઈને બેસ્ટ ફિચર ફિલ્મ પ્રોમોટીંગ નેશનલ, સોશિયલ વેલ્યુસ માટેનો એવોર્ડ અને બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈન માટેનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. જ્યારે ફિલ્મની અભિનેત્રી માનસી પારેખને બેસ્ટ અભિનેત્રી તરીકે એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી છે.
ફિલ્મ કચ્છ એક્સપ્રેસને બેસ્ટ ફિચર ફિલ્મનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. આ ફિલ્મમાં ગ્રામીણ નારી શક્તિ સંગઠનો દ્વારા સ્થાનિક હસ્તકલા અને અન્ય કલા કારીગરીની વસ્તુઓના પ્રચાર કરવાની સાથે આ ફિલ્મ કચ્છ એક્સપ્રેસ ફિલ્મ આધારિત રહેલી છે. આ કારણોસર ૭૦ માં નેશનલ ફિલ્મ એવોર્ડ-૨૦૨૨ માં કચ્છ એક્સપ્રેસને બેસ્ટ ફિચર ફિલ્મ પ્રોમોટીંગ નેશનલ અને સોશિયલ વેલ્યુસ માટેનો એવોર્ડ આપવામાં આવેલ છે.
તેની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કચ્છ એક્સપ્રેસ ફિલ્મને મળેલા આ ત્રણ-ત્રણ એવોર્ડ લઈને મોટું નિવેદન આપવામાં આવ્યું છે. તેમના દ્વારા આ ફિલ્મના એવોર્ડ વિજેતાઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે. ફિલ્મના નિર્માણ સાથે સંકળાયેલ સમગ્ર ટીમને પણ ખૂબ-ખૂબ અભિનંદન. વિચારપ્રેરક કથાનક અને દમદાર અભિનય ધરાવતી વધુને વધુ ગુજરાતી ફિલ્મોનું નિર્માણ કરવામાં આવે તે અભ્યર્થના રહેલ છે.