આજે IIT સહિતની સંસ્થાઓ માટે લેવામાં આવતી JEE મેઇન્સનું પરિણામ આવ્યુ છે. આ પરિક્ષામાં ગુંરત્ન અનેક વિદ્યાર્થીઓએ ટોપ-100માં આવીને રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ટોપ-100 માં અમદાવાદ શહેરના 3 વિદ્યાથીઓ છે. જેમાંથી 2 વિદ્યાર્થીઓએ તો ટોપ-20માં સ્થાન મેળવ્યું છે. તો સુરતના ટોપર નિશ્ચય અગ્રવાલે ઓલ ઇન્ડિયામાં 36મોં રેન્ક મેળવ્યો છે.
Jee મેન્સ બીજા તબક્કાની પરીક્ષાનું પરીણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદના બે વિદ્યાર્થીઓએ ટોપ 20 માં સ્થાન પ્રાપ્ત કર્યું છે. દેશભરમાં 9.4 વિદ્યાર્થીઓ બીજા તબક્કાની Jee મેઈન્સ પરીક્ષા આપવામાં આવી હતી. આ અગાઉ વર્ષમાં એક જ વખત Jee મેન્સ પરીક્ષાનું આયોજન કરાયું હતું, પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી વર્ષમાં બે વખત Jee મેન્સની પરીક્ષા લેવાઈ છે. આ વર્ષે કૌશલ વિજય વર્ગીય ઓલ ઇન્ડિયા લેવલ પર 5 મો ક્રમાંક, હર્ષલ સુથારને 17 મો ક્રમાંક પ્રાપ્ત થયો છે.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાંથી દેશભરમાથી 9.4% વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. Jee મેઇન્સ એક્ઝામનું પહેલા વર્ષમાં માત્ર એક જ વખત આયોજન કરવામાં આવતું હતું, પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી આ પરીક્ષા વર્ષમાં બે વખત લેવામા આવે છે. Jeeની બીજા તબક્કામાં લેવાયેલી પરીક્ષા 6 એપ્રિલ 2023ના રોજ શરૂ થઈ હતી અને 15 એપ્રિલ 2023 સુધી ચાલી હતી.
નોંધનીય છે કે, જે વિદ્યાર્થીઓ આ બંન્ને પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ કરીને સારું પરિણામ લાવે છે તેને જ માન્ય રાખવામાં આવે છે. જેનાં આધારે વિદ્યાર્થીને સમગ્ર દેશની શ્રેષ્ઠ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન મળતું હોય છે. Jee મેઇન્સની પરીક્ષા લેવાય જાય ત્યારે પછી JEE એડવાન્સની પરીક્ષા લેવાતી હોય છે. અને તેના મેરીટમાં જે વિદ્યાર્થીઓ આવે તેને એન્જિનિયરિંગ તેમજ ટેક્નિકલ અભ્યાસક્રમ માટે દેશની નામાંકિત અને પ્રતિષ્ઠિત ગણાતી એવી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એટલે કે IIT તેમજ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી એટલે કે NITમાં એડમિશન મળતું હોય છે.
તમને જણાવી દઈએ કે, 12માં ધોરણના વિદ્યાર્થીઓ માટે JEE મેઇન્સની પરીક્ષા બે તબક્કામ લેવામાં આવે છે. અને તે પૂર્ણ થયા પછી હવે આગામી 4 જૂન 2023ના રોજ JEE એડવાન્સની એક્ઝામ લેવામાં આવશે. હાલ તો ગુજરાતના તેજસ્વી તારાલાઓએ JEE મેઇન્સની પરીક્ષામાં ઓલ ઇન્ડિયા ટોપ 100માં સ્થાન મેળવીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.