રાજ્યમાં હાલ કમોસમી વરસાદની વિદાય બાદ ગરમીનું જોર વધ્યું છે. તેની સાથે હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન મુજબ, રાજ્યમાં ચાર દિવસ સુધી ગરમીનો પારો સતત વધવાનો છે. તેનાથી એક વાત તો સ્પષ્ટ છે કે હાલ જે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે તેનાથી પણ વધુ ગરમી વધવાની શક્યતા છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી ચાર દિવસ ભારે ગરમી રહેવાની શક્યતા રહેલી છે. ગરમીના પારાને જોતા આજથી આગામી ત્રણ દિવસ માટે અમદાવાદમાં તંત્ર દ્વારા ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદની સાથે ગાંધીનગરમાં પણ ઓરેન્જ એલર્ટ આપી દેવાયું છે. તેની સાથે 14 તારીખ સુધી 44 ડીગ્રીને પાર તાપમાન ચાલ્યું જઈ તેવી શક્યતા રહેલી છે.
આ પણ વાંચો: 12 વર્ષની બાળકીનું અપહરણ કરી તેના પર અમાનવીય અત્યાચાર ગુજરાવાના કેસમાં 2 આરોપીઓની ધરપકડ
હવામાન વિભાગ મુજબ, ગુજરાતમાં તાપમાનમાં હજુ પણ 1 થી 2 ડિગ્રીનો વધારો થાય તેવી શક્યતા છે. ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાવાના લીધે કાળઝાળ ગરમી યથાવત રહેવાની છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં અઆવી છે. અમદાવાદમાં આજે 43 થી 44 ડિગ્રી સુધી ગરમીનો પારો જાય તેવી શક્યતા છે. તેના સિવાય ગાંધીનગરમાં પણ ઓરેજ એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદ અને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ગરમીને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. કામ વગર ઘરની બહાર ન જવાનું સુચના આપી છે. અમદાવાદમાં ગઈ કાળના તાપામાન ૪૩ ડીગ્રીનું આજુબાજુ રહ્યું હતું.