લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ ને ઝટકા પર ઝટકા લાગી રહ્યા છે. પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ધારાસભ્ય અને પાર્ટીમાંથી રાજીનામુ આપી દેવામાં આવ્યું છે. આ અગાઉ પૂર્વ ધારાસભ્ય અને કાર્યકારી અધ્યક્ષ અંબરીશ ડેર અને ધર્મેશ પટેલ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું હતું. એવામાં આ બધાની વચ્ચે થરાદ ના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે.
દરેક-દરેક પ્રશ્ન ને ઊર્જાનું અંતિમ બુંદ બચેલું હશે ત્યાં સુધી પૂર્ણ હું કરવા પ્રયત્નશીલ રહીશ. ફક્ત ને ફક્ત આ વિસ્તારમાં આ વિસ્તારના પાયાના પ્રશ્નોને હલ કરવા સૌહાર્દપૂર્ણ વાતાવરણનું નિર્માણ થાય તેવા પ્રયાસો સાથે સંઘર્ષના રસ્તે કાર્યરત રહીશ.. હુ કોગ્રેસ પાર્ટી સાથે છુ અને કોંગ્રેસમાં જ રહીશ..મીડિયાના મિત્રો ને આગ્રહ ભરી વિનંતી છે કે, અફવા કે પ્રાયોજિત સમાચારો ને વેગ આપતા પૂર્વે તે મારી સાથે સંવાદ કરે..