વડોદરા હરણી લેક ઝોન દુર્ઘટના બાદ પોલીસ દ્વારા સતત તપાસ હાથ ધરવામાં આવી રહી છે. એવામાં લેક ઝોન ના ભાગીદારોની પૂછપરછ કરવામાં આવતા આશ્ચર્યચકિત જાણકારી સામે આવી છે. જાણકારી સામે આવી છે કે, લેક ઝોનનાં ભાગીદારો બોટિંગ ના નિયમો જાણતા નહોતા. જ્યારે બોટિંગ માટે શું જરૂરી છે તેનું તેમણે જાણ નહોતું. આ સિવાય બોટિંગ માટે કયા પ્રકારનો સ્ટાફ જોવે તે ખબર નહોતી.
આ સિવાય જોખમી રાઈડ્સ માટે કેવા નિયમો હોવા જોઈએ તેની પણ તેમણે જાણકારી નહોતી. જ્યારે બોટિંગ સહિતના તમામ સ્ટાફની ભરતી નિલેશ જૈન દ્વારા કરવામાં આવી હતી. પૈસા બચાવવા લાયકાત વગરનો અને બિન અનુભવી સ્ટાફ પસંદ કરવામાં આવ્યો હતો. તેમજ સંચાલકોએ જરૂરી લાયસન્સ, વીમો કે રજીસ્ટ્રેશન પણ કરાવવામાં આવ્યું નહોતું.
વડોદરામાં બોટ દુર્ઘટનાની વાત કરી તો હજુ પણ છ આરોપી ફરાર રહેલા છે. ક્ષમતા કરતા વધુ લોકો હોવાથી બોટ પલટી હોવાનો FSL રિપોર્ટમાં સામે આવ્યું છે. ત્યારે ગુનામાં સંડોવાયેલા છ આરોપીઓની પોલીસને જાણકારી મળી નથી. ઘટનાને 15 દિવસથી વધુ સમય પસાર થઇ ગયો હોવા છતા તમામ ભાગીદારને પકડવામાં પોલીસને સફળતા પ્રાપ્ત થઈ નથી. તેમ છતાં SIT દ્વારા 20 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. નિલેશ જૈન રાઈડ્સનું સંચાલન કરતો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે પરેશ શાહ દ્વારા ખાનગીમાં નિલેશ જૈનને સબ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.
વડોદરા હરણી દુર્ઘટના કેસમાં FSL ના રિપોર્ટમાં જાણકારી સામે આવી છે કે, બોટની ક્ષમતા કરતા વધુ બાળકો બેસાડવાના લીધે દુર્ઘટના સર્જાઇ હતી. ક્ષમતા કરતા વધુ બાળકો બેસાડવાથી બોટ પલટી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. ઘટનાની જવાબદારી નક્કી કરવાની દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. તેમ છતાં પોલીસ દ્વારા નિવેદન તથા આરોપીઓની મિલકતના સરવેની કામગીરી કરવામાં આવી રહી છે.