GandhinagarGujaratHardik PatelNorth Gujarat

હાર્દિક પર આફત: અમદાવાદની જેલમાંથી બહાર નીકળતા જ માણસા પોલીસે ધરપકડ કરી અને હવે માણસા થી સિદ્ધપુર પોલીસે ધરપકડ કરી

રાજ્યમાં હાલ પાટીદાર આંદોલનના નેતા અને કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ પર ફરી આફત આવી છે.શાંત રહેલી પોલીસે અચાનક હાર્દિક પટેલની એક પછી એક ગુનામાં ધરપકડ કરવાનું શરુ કર્યું છે.એક પછી એક 3 જિલ્લાની પોલીસ હાર્દિક ને પકડી ગઈ છે. 2017માં મંજૂરી વગર જાહેરસભા યોજવા બદલ માણસા પોલીસે ગુરુવારે સાંજે હાર્દિક પટેલની ધરપકડ કરી હતી.

ત્યાંથી હાર્દિક મુક્ત થતા જ પાટણની સિધ્ધપુર પોલીસે ધરપકડ કરી હતી. સિધ્ધપુરમાં પણ મંજૂરી વગર સભા કરવા બદલ ધરપકડ કરાઈ છે. ગુરુવારે બપોરે અંડવડની સાબરમતી જેલમાંથી બહાર આવતાની સાથે જ ગાંધીનગર જિલ્લાની માણસા પોલીસે ઓર્ડરનો ભંગ કરવા બદલ 2017 માં નોંધાવેલ એફઆઈઆર સંદર્ભે ધરપકડ કરી હતી.

માણસાના પોલીસ સબ ઈન્સ્પેક્ટર એસ.એસ. પવારે જણાવ્યું હતું કે, આજે અમે હાર્દિક પટેલ જેલની બહાર આવતાની જ ધરપકડ કરી હતી.2017માં ચૂંટણી પહેલા તેમણે પોલીસની પરવાનગી વિના માણસામાં એક સભાને સંબોધન કર્યું હતું. ત્યારબાદ એફઆઈઆર નોંધવામાં આવી હતી જેમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

હાર્દિક પટેલ હાજર રહ્યો નહીં હોવાથી ગુરુવારે માણસા પોલીસે તેની ધરપકડ કરી હતી. હાર્દિક પટેલી ધરપકડ બાદ કોંગ્રેસના નેતાઓ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા.

આ પહેલા રાજદ્રોહના કેસમાં મુદ્દત પર હાજર ન રહેતા જજ દ્વારા ધરપકડ વોરંટ બહાર પાડવામાં આવ્યું હતું અને હાર્દિકને વિરમગામથી પકડી લેવાયો હતો. હાર્દિકને કોર્ટમાં રજૂ કરાયો હતો જ્યાં કોર્ટે 24મી સુધી જ્યુડિશિયલ કસ્ટડીનો આદેશ કર્યો હતો. જો કે કોર્ટે જામીન આપતા જ હાર્દિક આભાર આવ્યો ત્યાં જેલના ગેટ પરથી માણસાની પોલીસે ધરપકડ કરી હતી અને આજે માણસા પોલીસમાથી છૂટતા જ સિદ્ધપુર પોલીસે હાર્દિકનની ધરપકડ કરી લીધી છે.