GandhinagarGujaratMadhya Gujarat

બિનસચિવાલયના આંદોલનમાં હાર્દિક પટેલ પહોંચતા જ યુવાનોએ વિરોધ કર્યો , યુવાનોએ કહ્યું “હાર્દિક તળિયા વગરનો લોટો છે”

The youth protested as Hardik Patel arrived in the Binsachivalay movement

બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ થઇ હોવાની વાતને લઈને યુવાનો ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પરીક્ષા રદ્દ કરવાની માગણી સાથે યુવાનો ભેગા થયા છે ત્યારે તેમને સમર્થન આપવા કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ પહોંચ્યો હતો પણ હાર્દિકને જોતા જ યુવાનો ઉશ્કેરાયા હતા અને હાર્દિક ગો-બેકના નારા લગાવ્યા હતા. યુવાનોએ ધક્કામુક્કી કરતા આખરે હાર્દિક પટેલ તરત જ સ્થળ છોડીને રવાના થઈ ગયો હતો.

પરીક્ષાર્થીઓને મળવા માટે કોંર્ગેસના નેતા હાર્દિક પટેલ અને અમિત ચાવડા પહોંચ્યા હતા. પરીક્ષાર્થીઓએ હાર્દિક પટેલનો હુરિયો બોલાવ્યો હતો એટલે હાર્દિક શરમજનક સ્થિતિમાં મૂકાઈ ગયો હતો. હાર્દિક પટેલે કહ્યું હતું કે હું કોઇ રાજકીય પાર્ટી તરફથી નહીં પણ અંગત રીતે મળવા આવ્યો છું. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા પણ આંદોલનમાં જોડાવા માટે ગાંધીનગર પહોંચ્યા છે.

હાર્દિક પટેલે જણાવ્યું કે તેને ખબર છે કે એબીવીપીના કાર્યકરો પણ અહીં આવ્યા છે અને તેઓ મારો વિરોધ કરી રહ્યાં છે. તેના માટે પરીક્ષાર્થીઓનું હિત મહત્વનું છે. તેના જવાથી પરીક્ષાર્થીઓને ન્યાય મળતો હોય તો તે જઈ રહ્યો છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે