કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તાજેતરમાં જ અદાણી તેમજ કોંગ્રેસ છોડીને ગયેલા લોકોને લઈને એક વર્ડ પ્લે પઝલ ટ્વિટર પર શેર કરી હતી. રાહુલ ગાંધીએ કોંગ્રેસ છોડીને ગયેલા નેતાઓ પર નિશાન સાધતા પૂર્વ કોંગ્રેસી અને હાલ ગુજરાતના ભાજપના નેતા એવા હાર્દિક પટેલે પલટવાર કર્યો છે. હાર્દિક પટેલે રાહુલ ગાંધીને ટ્વીટનો જવાબ આપતા કહ્યું કે, તમે સત્ય છુપાવો છો, અને તે સત્ય ગુજરાત વિરોધી છે.
ત્યારે એક ટ્વીટર યુઝરે હાર્દિક પટેલના જૂના એક નિવેદનનો સ્ક્રીન શોટ શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું કે, તમે વારંવાર કોંગ્રેસનું નામ ન લેતા રહો વોશિંગ મશીન. આ નિવેદનમાં હાર્દિક પટેલે ભાજપ પર હુમલો કરતા ટ્વીટ કરી હતી કે, હિન્દુ મુસ્લિમના ચશ્મા હટાવીને જુઓ. ભાજપ નગ્ન અને બેશરમ નજર આવશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી પહેલા હાર્દિક પટેલે કોંગ્રેસ પક્ષ સાથે છેડો ફાડીને ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો.
જેના બાદથી હાર્દિક પટેલ સતત રાહુલ ગાંધી પર નિશાન સાધતા રહે છે. આ પહેલા પણ હાર્દિકે વિદેશમાં રાહુલ ગાંધીએ વિદેશમાં આપેલ એક નિવેદન પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, વિદેશમાં જઈને આપણા દેશને બદનામ ના કરવો જોઈએ. તેમની દાદી અને તેમના પિતા દેશની સેવા કરી ચૂક્યા છે. હાર્દિકે કહ્યું કે, દરેકને પોતાની વાત કહેવાનો અધિકાર છે, પરંતુ દેશની છબીને નુકસાન પહોંચે તેવા નિવેદન ન આપવા જોઈએ.
નોંધનીય છે કે, રાહુલ ગાંધીએ 8 એપ્રિલના રોજ એક ટ્વીટ કરી હતી. જેમાં તેમણે ADANIનું ફુલફોર્મ બતાવીને કેટલાક પૂર્વ કોંગ્રેસી નેતાઓ પર નિશાન સાધ્યું હતુ. રાહુલ ગાંધીએ પોતાની ટ્વીટમાં ગુલામ નબી આઝાદ, જ્યોતિરાદિત્ય સિંધિયા, કિરણ કુમાર રેડ્ડી,હિમંત બિસ્વા સરમા તેમજ અનિલ એટર્નીને પણ લપેટ્યા છે.
- ડિસેમ્બરમાં આ 4 ગ્રહો બદલશે પોતાની ચાલ, આ રાશિઓ પર થશે ધનનો વરસાદ
- રાહુના નક્ષત્ર પરિવર્તનની આ રાશિઓ પર ભારે અસર પડશે, સમજી વિચારીને નિર્ણય લો, જાણો રાશિફળ
- આ કારણે પણ હાર્ટ એટેકનો ખતરો વધી રહ્યો છે, ડોક્ટર પાસેથી જાણો કેવી રીતે બચી શકાય
- પૌત્રના અંતિમ સંસ્કારમાં દાદા ડાન્સકરવા લાગ્યા, વાયરલ વીડિયો જોઈને લોકોએ કહ્યું કે..