GujaratAhmedabad

ગુજરાત વિધાનસભા ગૃહમાં બજેટ સત્રમાં ગુજરાતના બેરોજગારો મુદ્દે હાર્દિક પટેલનું મોટું નિવેદન

ગુજરાત વિધાનસભા ગૃહમાં બજેટ સત્રમાં હાલ વિવિધ રીતે પ્રશ્નોતરી કરવામાં આવી રહી છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા નોકરીઓ અંગે આક્ષેપ કરવામાં આવ્યો હતો. તેનો ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાના નોકરીઓ અંગે કરવામાં આવેલ આક્ષેપ અંગે ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા વળતો જવાબ આપવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, એક સમયે ભાજપ સામે બેરોજગારીનો મામલો લઈને હાર્દિક પટેલ ગુજરાતમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. રાજકીય રોજગારી મેળવ્યા બાદ ગુજરાતના બેરોજગારો વિશે વિધાનસભા ગૃહમાં તેમના દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું હતું.

ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સરકારના ઠરાવ અનુસાર ખાનગી કંપનીઓમાં 75 ટકાથી વધુ રોજગારી માટે પ્રયાસ કરવામાં આવતો હોય છે. અમદાવાદ જિલ્લામાં આવેલ સર વિસ્તારમાં ખાનગી કંપનીઓ રોજગાર મેળા કરી યુવાનોને મોટા પાયે રોજગારી આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે. કોંગ્રેસને જાણ નહિ હોય ITI ના યુવાનોની ખાનગી કંપનીઓ મુલાકાત લઈને નોકરી આપે છે. ખર્ચાઓ કરીને અભ્યાસ કરેલ યુવાનોને સરકારી નોકરી અને ખાનગી કંપનીઓમાં નોકરી પ્રાપ્ત થાય તેના માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

તેની સાથે વધુમાં હાર્દિક પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નહિ હોવાને લીધે યુવાનો અને ખેડૂતોના મુદ્દાઓ ઉઠવાવનો પ્રયાસ કરવામાં આવે છે. તેમ છતાં રાજકારણમાં આવેલા હાર્દિક પટેલની ઓળખ બેરોજગાર યુવક તરીકે થયેલ હતી, જે પાટીદાર અનામત આંદોલનને લઈને ચર્ચામાં રહ્યા હતા.