AhmedabadGujarat

ગુજરાતમાં બાળકોને ગાડી આપતા માતા-પિતાને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી ચેતવણી, જો આપી તો…..

અમદાવાદના ઇસ્કોન બ્રીજ પર 20 જુલાઈના ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં નવ લોકોના કરુણ મોત નીપજ્યા હતા. જ્યારે ૨૦ લોકો જેટલા ઈજાગ્રસ્ત પણ થયા હતા. તેની સાથે આ અકસ્માતનો આરોપી તથ્ય પટેલને પોલીસ દ્વારા કોર્ટમાં રજુ કરીને તેના રિમાન્ડ પ્રાપ્ત કરી લેવામાં આવ્યા છે. જ્યારે આ કેસ બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ માતા-પિતાને બાળકોને સમજી-વિચારીને વાહન આપવાની ચેતવણી આપવામાં આવી છે.

આ મામલામાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ‘સ્ટંટ કરનાર બાળકોના પિતા પણ જવાબદાર રહેલ છે. જો કોઈ બાળક સ્ટંટ કરતા ઝડપાશે તો કોઈ ભલામણ કે છૂટ અપાશે નહીં. આવા કિસ્સામાં માતા અને પિતા સામે પણ કાર્યવાહી કરાશે. ગુજરાતના રોડ-રસ્તાને રેસિંગ ટ્રેક બનાવાશે તો કાર્યવાહી કરવામાં આવશે.’

તેની સાથે અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ બાદ રાજ્યમાં હવે ઓવર સ્પીડિંગ સામે કાર્યવાહી કરવા માટે ખાસ ડ્રાઈવ શરુ કરાશે. આ ખાસ ડ્રાઇવ યોજવા માટે સરકાર દ્વારા સૂચના અપાઈ છે. તેની સાથે ટ્રાફિક પોલીસ અને RTO ને પણ સૂચના આપી દેવાઈ છે. આ સિવાય હાઇવે પર લાઇટોના પોલને લઇ માર્ગ મકાન વિભાગને નિર્દેશ આપવામાં આવ્યા છે જ્યારે સ્ટંન્ટ કરનારાઓ સામે પોલીસને કાર્યવાહી કરવાની સૂચના અપાઈ છે.

જ્યારે ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસને લઈને જણાવ્યું છે કે, તથ્ય પટેલ દ્વારા અગાઉ પણ અકસ્માત સર્જ્યો હોવાનું તપાસમાં જાણકારી સામે આવ્યું છે. તેને લઈને આ વીડિયો પણ વાયરલ થઈ ગયો છે. તેના દ્વારા થાર કારને એક રેસ્ટોરન્ટમાં ઘુસાડી દેવામાં આવી હતી. રેસ્ટોરેન્ટ માલિકની અરજી લઈ તથ્ય પટેલ વિરુદ્ધ FIR કરી દેવાઈ છે.