હર્ષ સંઘવીનો હુંકાર, સલીમ સુરેશ બનીને કે સુરેશ સલીમ બનીને દીકરીઓને ફસાવે છે તેની ખેર નથી….
ગુજરાતના ગૃહરાજ્યના મંત્રી હર્ષ સંઘવી દ્વારા આજે મોરબીમાં નવા બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમના દ્વારા એક મોટું નિવેદન આપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, જો કોઈ પણ સલીમ સુરેશ બનીને બેન-દીકરીઓને ફસાવશે તો તેને સાંખી લેવામાં આવશે નહીં. જ્યારે કોઈ સુરેશ બનીને સલીમ જેવું કૃત્ય કરશે તો તેની પણ સાંખી લેવાશે નહીં. કેમકે પ્રેમ કરવો તે ગુનો નથી, પરંતુ પ્રેમના નામે ષડ્યંત્ર ચલાવી લેવામાં આવશે નહીં. જો આવી કોઈ ફરિયાદ કે અરજી સામે આવશે તો તેજ દિવસે આ મામલામાં કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે.
તેમને વધુમાં જણાવ્યું હતું કે, મોરબી જિલ્લાના નાગરિકોને આજે હું સૂચન અને ચેતવણી આપવા માટે આવ્યો છું. મારું સૂચન તમામ લોકો કાન ખોલીને સાંભળી લેજો. દુનિયાના કોઇપણ ખૂણામાં અને ખાસ કરીને ગુજરાતની ધરતી પર પ્રેમ કરવો કોઈ ગુનો રહેલ નથી. પરંતુ પ્રેમના નામને બદનામ કરનારા લોકો સાંભળી લેજો. જો દીકરીને સલીમ સુરેશના નામે પ્રેમ કરીને જો ફ્સાવશો તો તે દીકરીનો ભાઈ બનીને હું આવીશ. જો કોઈ સુરેશ સલીમ બનીને પ્રેમ કરે તો પણ ખોટું છે અને કોઈ સલીમ સુરેશ બનીને પ્રેમ કરે તે પણ ખોટું રહેલ છે. પ્રેમ કરવાનો હક બધાને છે પરંતુ પ્રેમના નામે કોઇપણ દીકરીને ફ્સાવશે તો તેની સાથે સખ્ત પગલા ભરાશે.
તેની સાથે આવા પ્રકારની કોઇપણ અરજી કોઇપણ પરિવારજનો દ્વારા કોઈ પણ પોલીસ કરવામાં આવશે તેની સામે સખ્તાઈથી પગલા ભરવામાં આવશે. મારી બધાને વિનંતિ છે કે, પ્રેમ શબ્દને બદનામ કરવાનો હક કોઈને રહેલો નથી. તમામ પરિવારજનોની આ જવાબદારી છે કે કોઇની આસ્થા કે ભાવનાને ઠેસ ન પહોંચે, તેની જવાબદારી તમામ સમાજના અગ્રણીઓ દ્વારા લેવામાં આવે. પોલીસ સંપૂર્ણ રીતે સક્ષમ રહેલ છે. આ પ્રકારની એકપણ પ્રકારની ઘટનાને ગંભીરતાથી લેવાશે.
જ્યારે આ પ્રકારની ઘટનાઓને સખ્તાઈથી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જ્યારે પ્રેમ શબ્દને બદનામ કરનારા એક-એક લોકો તે પછી કોઇપણ હોય, તેને સમજાવવાની જવાબદારી સમાજની રહેલી હોય છે અને જો તે ના સમજે તો તેને રોકવાની જવાબદારી કાયદાની રહેલી છે. આ કાયદાની કામગીરીની જવાબદારી તમારા દ્વારા મને આપવામાં આવી છે. હું તમારા વિશ્વાસ પર ખરો ઉતરીશ.