અમદાવાદનો હચમચાવી દેતો કિસ્સો: પત્નીના કહેવા પર પોતાના જ મિત્રની હત્યા કરી લાશના ટુકડાઓ કર્યા અને પછી…
અમદાવાદમાં હત્યાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે અને અવારનવાર આવી ઘટનાઓ સામે આવી રહી છે. જ્યારે આજે એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં પત્નીના કહેવા પર મિત્રને જ મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. પત્નીના કહેવા મુજબ પતિ દ્વારા મિત્રની હત્યાર કરી તેના ટુકડે ટુકડાઓ કરી થેલામાં ભરી ઓઢવમાં ફેંકી દીધો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, બાપુનગરમાં રહેનાર મોહંમદ મેરાજ પઠાણનો નામનો વ્યક્તિ 22 જાન્યુઆરીના રોજ ગુમ થઈ ગયો હતો. તે તેની પત્ની કહીને નીકળ્યો હતો કે, હું થોડા સમયમાં ઘરે આવી જઈશ. પરંતુ તે ઘરે આવ્યો નહોતો. ત્યાર બાદ પરિવાર દ્વારા બાપુનગર પોલીસ સ્ટેશનમાં મોહંમદ મેરાજ પઠાણના ગુમ થયાની ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસ ફરિયાદ મોહંમદ મેરાજ પઠાણની શોધ શરુ કરવામાં આવી હતી. પરંતુ ત્રણ મહિના સુધી મોહંમદ મેરાજના કોઈ જાણકારી મળી નહોતી. પરંતુ હવે મોહંમદની હત્યાના રહસ્ય પરથી ત્રણ મહિના બાદ મોટો ખુલાસો થયો છે.
આ પણ વાંચો: હવે ઘરે ઘરે હશે Thar : મહિન્દ્રા થાર 4×4 આવી રહી છે સસ્તી કિંમતે, જાણો ક્યારે લોન્ચ થશે
પોલીસે દ્વારા પરિવારજનો સાથે વાત કરવામાં આવી તો પરિવારના લોકો દ્વારા જણાવવામાં આવ્યું કે, મોહંમદ મેરાજ મિત્ર ઇમરાન ઉર્ફે સુલતાનના ઘરે તે અવાર-નવાર જતો હતો. ઇમરાન ફોન આવતા જ મોહંમદ જરૂર તેમને મળવા માટે જતો હતો. જ્યારે ઇમરાન ઉર્ફે સુલતાનની પત્નીનું નામ રીઝવાના ઉર્ફે નેહા રહેલ છે. પોલીસને શંકા થતા મોહંમદ મેરાજના ગુમ થવા પાછળ ઈમરાનનો હાથ રહેલો છે. પોલીસને તપાસ દરમિયાન જાણકારી મળી કે, મોહંમદની હત્યા ઈમરાન અને તેની પત્ની દ્વારા સાથે મળીને કરવામાં આવી હતી.
આ પણ વાંચો: અંબાલાલ પટેલની આગાહી : 17 જુન બાદ સાપ કરડવાના કિસ્સાઓ વધે તેવી સંભાવના
નોંધનીય છે કે, મોહંમદ ઈમરાનનો મિત્ર હોવાના લીધે તે તેના ઘરે અવારનવાર જતો હતો. જયારે મોહંમદ ઈમરાનની પત્ની નેહાની છેડતી કરતો રહેતો હતો. તેના લીધે ઈમરાન દ્વારા મોહંમદની હત્યા કરવામાં આવી હતી. નેહા દ્વારા મોહંમદ મેરાજને સરપ્રાઈઝ ગિફટ આપવાના બહાને પોતાના ઘરે બોલાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ નેહા દ્વારા મોહંમદની આંખો પર દુપટ્ટો બાંધવામાં આવ્યો હતો. ત્યાર બાદ ઇમરાન દ્વારા મોહંમદના પેટમાં તલવાર વડે હુમલો કરી દેતા તેનો જીવ ત્યાના ચાલ્યો ગયો અને કરૂણ મોત નીપજ્યું હતું.
ત્યાર બાદ ઈમરાન દ્વારા મોહંમદનું માથું ધડથી અલગ કરી દેવામાં આવ્યું અને પછી તેની લાશના ટુકડા કરી દીધા હતા. ત્યાર બાદ નિકાલ કરવામાં સરળતા રહે તે માટે તેની લાશના ટુકડા કરી નાખ્યા હતા. કચરાના ઢગલામાં મોહંમદનું માથુ ફેકી દીધું હતું અને લાશના ટુકડાઓ કરી તેને થેલાઓમાં ભરી એક સ્કુટી પર મુકી ઓઢવ ફાયર બ્રિગેડ પાછળ આવેલ કેનાલ ફેંકી દીધા હતા. પોલીસ દ્વારા આ મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.