વિજાપુરમાં આરોગ્ય વિભાગના દરોડા, 750 થી વધુ નકલી કલર વાળું મરચું પકડ્યું
રાજ્યમાં નકલી ખાદ્ય વસ્તુઓ સામે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સઘન ચેકીગ હાથ ધરવામાં આવ્યું છે. લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર વેપારીઓ સામે આરોગ્ય વિભાગ દ્વારા સખ્ત પગલા ભરવામાં આવી રહ્યા છે. મહેસાણામાંથી નકલી મરચાનો જથ્થો મોટા પાયે પકડવામાં આવ્યો છે. જાણકારી અનુસાર, 758 કિલો કલર ચડાવેલું નકલી મરચું મળી આવ્યું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા વિજાપુરમાં રેડ પાડતા નકલી મરચાનો જથ્થો પકડવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા વિજાપુરમાં રેડ પાડવામાં આવી હતી. વિજાપુર હિંમતનગર હાઈવે પર આ કારોબાર ચલાવવામાં આવી રહ્યો હતો. પ્લોટ નંબર 42 માં નકલી મરચાનો ગોરખધંધો ચલાવવામાં આવી રહ્યો હતો. મહેશ પુનમચંદ મહેશ્વરી નામના આરોપી દ્વારા નકલી મરચું બનાવવામાં આવી રહ્યું હતું. સ્થળ પરથી 5 લાખ કરતા વધુ નકલી મરચું પકડવામાં આવ્યું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની જાણકારીના આધારે બે દિવસ સુધી સ્થળ પાસે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યાર બાદ મોડી રાત્રીના દરોડો પાડીને સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: ચોમાસાને લઈને અંબાલાલ પટેલે કરી આગાહી, આ તારીખથી શરૂ થશે ચોમાસુ
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા વિજાપુરમાં રેડ પાડવામાં આવી હતી. વિજાપુર હિંમતનગર હાઈવે પર આ કારોબાર ચલાવવામાં આવી રહ્યો હતો. સ્થળ પરથી પાંચ લાખ કરતા વધુ નકલી મરચું પકડવામાં આવ્યું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની જાણકારીના આધારે બે દિવસ સુધી સ્થળ પાસે તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યાર બાદ મોડી રાત્રીના દરોડા પડી સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.