AhmedabadGujarat

બગોદરા અકસ્માતના હૃદયદ્રાવક દ્રશ્યો: ૧૦ લોકોના મોત પણ ૨ માસૂમ બાળકી બચી ગઈ જે હવે રડી રહી છે

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત બાવળા-બગોદરા હાઈવેથી આજે સામે આવ્યો હતો. જેમાં 10 લોકોનાં મોત નિપજ્યા છે. ત્યારે આ અકસ્માતમાં બે બાળકીઓનો આબાદ બચાવ થયો હોવાનું સામે આવ્યું છે. 6 મહિનાની અને 1 વર્ષની બાળકીનો આ અકસ્માતમાં આબાદ બચાવ થયો હતો. અકસ્માત બાદ બંને બાળકીઓ સતત રડી રહી છે. હોસ્પિટલનાં સ્ટાફ દ્વારા બાળકીઓનાં સબંધીઓને આ બાબતમાં અપીલ કરવામાં આવી છે. બાળકીઓનાં સબંધીઓ ઝડપથી હોસ્પિટલ આવે તેના માટે અપીલ કરાઈ છે.

જ્યારે બાળકીની સંભાળ રાખનાર હોસ્પિટલની નર્સ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જ્યારે અકસ્માતમાં ઈજા થયેલ લોકોને અહીંયા લાવવામાં આવ્યા તે સમયે તમામ લોકો સીરીયસ રહેલા હતા. જ્યારે બે બાળકીઓને સામાન્ય ઈજા થઈ હતી. જ્યારે સારવાર બાદ હાલ બંને બાળકીઓ સ્વસ્થ રહેલી છે. ત્યારે અમારા સ્ટાફ દ્વારા બંને બાળકીઓને સંભાળ રાખવામાં આવી રહી છે. જ્યારે અમે પ્રયાસ કરી રહ્યા છે કે, બાળકીના પરિવારજનો આવે ત્યાં સુધી તેને સાચવવાનો પ્રયાસ અમારા દ્વારા કરવામાં આવી રહ્યો છે.

તેની સાથે બંને બાળકીઓને જ્યારે હોસ્પિટલ ખાતે લાવવામાં આવી તે સમયે તેના મો પર કાચના કણો રહેલા હતા. ત્યાર બાદ સૌથી પહેલા મોં પરના કાચના કણોને દૂર કરવામાં આવ્યા હતા. તેની સાથે બાળકીના પગમાં ફ્રેકચર પણ છે. બંને બાળકીઓ દ્વારા તેના પરિવારને યાદ કરવામાં આવી રહ્યો છે.

આ અકસ્માતમાં પ્રહલાદભાઈ મહેન્દ્રભાઈ ઝાલા, રાઇલીબેન માધુભાઈ ઝાલા પત્ની, પ્રહલાદભાઈ મહેન્દ્રભાઈ ઝાલા, વિશાલભાઈ હિંમતભાઈ ઝાલા, અભેસંગ ભેમસંગ ભાઇ સોંલકી, જાનકી જેસંગભાઇ સોંલકી, વૃષ્ટિ હિમ્મતભાઈ ઝાલા, કાંતા બેન જુવાનસંગ ઝાલા, ગીતા બેન હિમ્મતભાઇ ઝાલા, શાંતાબેન અભેંસગ સોંલકી અને લીલા બેન બાલાજી પરમારનું આ અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું છે. જ્યારે આ તમામ લોકો ભાથલા અને બાલાસિનોરના ગામના હોવાની જાણકારી સામે આવી છે.