
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઇ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માતના બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે આજે વધુ એક અકસ્માત અમદાવાદ-મુંબઈથી સામે આવ્યો છે.
અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ફરી એક વખત હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. હાઇવે ક્રોસ કરવા જઈ રહેલા એક વૃદ્ધને કારચાલક દ્વારા અડફેટે લેવામાં આવ્યા હોવાની જાણકારી સામે આવી છે. જ્યારે આ ભયંકર અકસ્માતમાં વૃદ્ધનું ઘટનાસ્થળ પર કરૂણ મોતની નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ કારચાલકનું ઘટનાસ્થળ પર કરૂણ મોત નીપજ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર બનેલી આ ઘટના વલસાડ જિલ્લા નજીક ઘટી હોવાનું સામે આવ્યું છે. ત્યારે ઘટનાસ્થળથી નજીક આવેલી એક હોટેલના સીસીટીવી કેમેરામાં આ સમગ્ર ઘટના કેચઅપ થઈ ગઈ હતી. ત્યારે આ ઘટનાની જાણ થતા જ વલસાડ રૂરલ પોલીસની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. પોલીસ દ્વારા હાલમાં સીસીટીવીના ફૂટેજના આધારે તપાસ કરીને કારચાલકને પકડવાના પ્રયાસ શરુ કર્યા છે.
તમને જણાવી દઈએ કે, વલસાડના સરોધી પાસે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર એક વૃદ્ધ હાઇવ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે હાઈવે પર ચાલી રહ્યા હતા તે સમયે પૂર ઝડપે આવતી એક કાર દ્વારા વૃદ્ધને જોરદાર ટક્કર મારવામાં આવી હતી. ટક્કરના લીધે વૃદ્ધ રસ્તા પર પટકાયા હતા. તેમ છતાં ટક્કર માર્યા બાદ કારચાલક ઘટના સ્થળ પરથી નાસી ગયો હતો. બનાવ બાદ સ્થાનિક લોકો અને હાઇવે પરથી પસાર થનાર વાહનચાલકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા જ વલસાડ રૂરલ પોલીસની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી. જ્યારે હાલમાં ગાડી ચાલક પોલીસની ઝડપમાં આવ્યો નથી.