GujaratAhmedabad

હવામાન વિભાગની હિટવેવની આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં જોવા મળશે ગરમીનો કહેર

રાજ્યમાં થોડા દિવસોથી ગરમીએ જોર પકડ્યું છે. તેમાં પણ કેટલાક જિલ્લાઓ ગરમીનું જોર વધુ જોવા મળી રહ્યું છે. એવામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. હવામાન વિભાગ દ્વારા તેની સાથે હિટવેવની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ ગીર સોમનાથમાં સીવિયર હીટ વેવની આગાહી કરવામાં આવી છે. જ્યારે પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી અને કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. રાજકોટમાં યલો અલર્ટ જાહેર કરવામાં આવેલ છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 37 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. હીટવેવની શક્યતાના લીધે લોકોને સાવચેત રહેવા અપીલ પણ કરાઈ છે. તેમાં પણ બપોરના સમયે જરૂર વગર બહાર ન નિકળવાનું સૂચન આપવામાં આવ્યું છે. તેની સાથે જ જરૂર જણાય તો શાળાઓના સમયમાં ફેરફાર કરવાનું જણાવવામાં આવ્યું છે. એવામાં સવારે અને રાત્રે તાપમાનના પારો નીચે જતા લોકો મિશ્ર ઋતુ અનુભવાઈ રહ્યો છે.

વધુમાં હવામન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આગામી પાંચ દિવસ રાજ્યમાં ભીષણ ગરમીનું જોર રહેવાનું છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 39- 40 ડિગ્રી રહેવાની શક્યતા રહેલી છે. 22 થી 24 માર્ચ સુધી કચ્છ, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. તેની સાથે 25 થી 26 માર્ચ સુધી કચ્છ, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ અને અમરેલીમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. આ સાથે આગામી દિવસોમા 1 થી 2 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા રહેલી છે.