ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની ભારીમાં લાગી ભીષણ આગ, કરોડોનું નુકસાન
રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આગ લાગવાની જાણકારી સામે આવી છે. જ્યારે આ આગ મરચાની ભારીમાં લાગી હતી. આગ ક્યા કારણોસર લાગી તેનું સાચું કારણ સામે આવ્યું નથી. પ્રાપ્ત માહિતી મુજબ, નવા માર્કેટ યાર્ડમાં આવેલ ટ્રાન્સપોર્ટ નગરની બાજુમાં આવેલ માર્ચના ગ્રાઉન્ડમાં ખેડૂતો દ્વારા ઉતારવામાં આવેલ મરચાની ભારીમાં એકાએક આગ ભડકી ઉઠી હતી.
આગ લાગવાની જાણકારી સામે આવતા ગોંડલ નગરપાલિકાના ફાયર વિભાગના જવાનો 2 ફાયર સાથે ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને આગ પર પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેની સાથે યાર્ડ ના પણ 2 પાણીના ટેન્કર દ્વારા આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. આગના લીધે ખેડૂતોના સંપૂર્ણ માલ બળીને ખાખ થઈ ગયો હતો. આ દરમિયાન યાર્ડના વાઇસ ચેરમેન તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને અન્ય ગ્રાઉન્ડમાં પડેલ મરચાની ભારી અન્ય સલામત સ્થળે ખસેડવા કામગીરી હાથ ધરવામાં આવતા મોટા પ્રમાણમાં ખેડૂતોના માલ બચાવી લેવામાં આવ્યો હતો.
તેની સાથે માર્કેટ યાર્ડના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મરચા ના ગ્રાઉન્ડમાં લાગેલ આગથી નુકશાન પહોંચેલ ખેડૂતોને વળતર ચુકવવામાં આવશે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 2200 થી 2500 ભારી આગમાં ખાખ થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. જ્યારે હજુ પણ અંદાજીત 13000 ભારી ગ્રાઉન્ડમાં રહેલી છે. આગ લાગવાની શરૂઆત થતા જ માર્કેટિંગ યાર્ડના અધિકારીઓ, કર્મચારીઓ, વેપારી મંડળોએ સાથે મળીને અનેક બોરીઓ સળગતી આગમાંથી બહાર કાઢીને બચાવી લીધી હતી.
તેમાં પણ જાણકારી સામે આવી છે કે, અંદાજીત 12,000 ભારી આગની ઝપેટમાંથી બહાર લાવીને બચાવી લેવામાં આવી હતી. તેની સાથે જે ખેડૂતોના મરચા બળીને ખાખ થઈ ગયા છે તેના માટે કારોબારીની મીટીંગ યોજાશે. આ બેઠક દરમિયાન યોગ્ય ન્યાય મળે તે રીતે ખેડૂતોને તેનું વળતર ચુકવવામાં આવશે.
- ઘોઘમ ધોધમાં નાહવા ગયેલા ડેરવાણ ગામના યુવકનું ઊંડા પાણીમાં ગરકાવ થઈ જવાથી મોત
- કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિના પુત્ર વજેન્દ્રપ્રસાદ પાસે પત્ની અને સાસરિયા એ સમાધાન માટે 100 કરોડ માગ્યા, 11 લાખ પડાવ્યા
- રાજકોટના લોકમેળામાં ફૂડ વિભાગનો સપાટો: સડેલા બટાટા,ખરાબ ચટણી, ૭૦ કિલો ખરાબ તેલસહીત ૧૬૦ કિલો અખાદ્ય સામગ્રી પકડાઈ
- દેવાયત ખવડે 15 દિવસ પહેલા બનાવ્યો હતો મોરેમોરા નો પ્લાન, મિત્રો પાસે કાર માંગી હતી