AhmedabadGujarat

અમદાવાદ શહેરમાં સવારે અનેક વિસ્તારોમાં વિજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસથી વરસાદી માહોલ બનવાની આગાહી કરી છે. એવામાં રવિવારના વહેલી સવારથી રાજ્યમાં અનેક જિલ્લાઓ વરસાદી માહોલ બન્યો છે. જ્યારે વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરુ થયો છે. 5 જૂનના રોજ અરબી સમુદ્રમાં સંભવિત ચક્રવાતને લીધે ગુજરાત પર નીચું દબાણ ઉભું થયું છે અને તેના લીધે વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

એવામાં અમદાવાદમાં સતત બે ત્રણ દિવસથી ગરમીના ઉકળાટ વચ્ચે આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ શરુ થયો છે. અમદાવાદમાં થોડા દિવસથી સતત લોકો ભારે ઉકળાટ અને અસહય બફારો સહન કરી રહ્યા હતા. એવામાં આજે વહેલી સવારના વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ ઉભો થયો છે. જ્યારે વરસાદી માહોલ બનતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તેની સાથે ઉત્તરગુજરાતમાં પણ પવન અને વિજળીના કડાકા સાથે વરસાદ શરુ થયો છે.

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 5 જૂનના દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં ચક્રવાતી પરિભ્રમણ થવાની શક્યતા રહેલી છે તેના લીધે 7 જૂન સુધીમાં લો પ્રેશર એરિયા બનવાની શક્યતા છે.

નોંધનીય છે કે, રાજ્યના વાતાવરણને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી 4 દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ સૂકું રહેવાની શકયતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય આગામી 4 દિવસમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં મિનિ વાવાઝોડા આવી શકે છે. ચોમાસાની ઋતુની શરુઆત થાય તે પહેલા રાજ્યના હવામાનમાં પલટો આવી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી 4 દિવસમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઉતર ગુજરાતના પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા તેમજ મહેસાણા જિલ્લામાં પવન ફૂકાશે અને સામાન્યથી મધ્યમ જેટલો વરસાદ પણ પડી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં આવેલા કેટલાક વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના કેટલાક વિસ્તારમાં પણ ભારે પવન ફૂકાશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. એવામાં આગાહી મુજબ, આજ વહેલી સવારથી વરસાદી માહોલ બન્યો છે.