AhmedabadGujaratMadhya Gujarat

અડધી પીચે રમવા જતા CM રૂપાણી નું સ્ટમ્પિંગ થઇ ગયું, કોર્ટમાં પણ સરકારે ખોટું બોલવું પડ્યું

કેન્દ્ર સરકારે ગત 1 નવેમ્બર, 2019થી ટુ-વ્હીલર ચાલક અને પાછળ બેસનાર માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું હતું અને દંડની રકમ પણ વધારવામાં આવી હતી.ત્યારબાદ લોકોના આક્રોશને ધ્યાનમાં લેતા ગુજરાત સરકારે 4 ડિસેમ્બર,2019ના રોજ ટુ-વ્હીલર માટે હેલ્મેટ પહેરવું મરજિયાત કર્યું હતું. રાજ્યના પરિવહનમંત્રી આર સી ફળદુએ જણાવ્યું હતું કે ગુજરાતમાં હેલ્મેટ પહેરવું ફરજિયાત નહીં કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.પણ સરકાર ને કોર્ટે આડેહાથ લીધી અને સરકારે કોર્ટમાં પણ ખોટું બોલવું પડ્યું.

રાજ્ય સરકારે કાયદાને હાલ પૂરતો મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયને લોકો સુધી એક પ્રેસ નોટ દ્વારા પહોંચાડાયો હતો. પણ સુરતના નાગરિકે કોર્ટમાં જાહેરહિતની અરજી કરતા કોર્ટે સરકાર પાસે રિપોર્ટ મગાવ્યો હતો અને હેલ્મેટ ફરજીયાત કેમ નથી તેમ પૂછ્યું હતું. સરકારે જવાબમાં કહ્યું કે ગુજરાતમાં તપ હેલ્મેટ ફરજીયાત જ છે(જો કે પહેલા સરકારે મૉટે ઉપાડે મરજીયાત કાર્યની જાહેરાત પણ કરી હતી.)

કેબિનેટ મંત્રી આરસી ફળદુએ કહ્યું હતું કે લગ્ન પ્રસંગોમાં હેલ્મેટ નડે છે.શુભપ્રસંગે હાજરી આપવા જતાં હેલ્મેટ તકલીફ બની જાય છે.સ્મશાનયાત્રા કે બેસણામાં જવાનું હોય,માર્ચથી ઓગસ્ટ-સપ્ટેમ્બર સુધી ગરમીનો પારો ઊંચે રહે છે.વગેરે લોકલાગણી ને ફાહ્યાનમાં રાખીને હેલ્મેટ મરજિયાત કરાયું હતું.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અડધી પીછે રમવાની વાતો કરતા હોય છે પણ પોતાના દરેક નિર્ણયમાં પીછેહઠ કરવી જ પડે છે. લોકો હવે કહે છે કે અડધી પીચે રમવા જતા સીએમ રૂપાણીનું સ્ટમ્પિંગ થઇ ગયું છે.