);});
AhmedabadCongressGujaratMadhya Gujarat

અમદાવાદ: કોંગ્રેસના ધારાસભ્યની કારે ટક્કર મારતા એકનું મોત,

અમદાવાદના મેમનગરમાં મોડી રાત્રે હિટ એન્ડ રન નો બનાવ બન્યો હતો.અકસ્માતમાં દાણીલીમડાના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારની ઈનોવા ગાડીએ એક એક્ટિવાચાલકને અડફેટે લીધા હતા જેમાં એક્ટિવાચાલક નું મોત થયું હતું.

કોંગ્રેસના ધારાસભ્યની કારની અડફેટે આવતા સોલા ના રહેવાસી પ્રફુલભાઈ પટેલનું મોત થયું હતું. શૈલેષ પરમારના કહેવા મુજબ અકસ્માત થયો ત્યારે તેઓ ગાડીમાં નહોતા તેમનો ડ્ર્રાઇવર ગાડી ચલાવતો હતો.ગાડીની સ્પીડ વધુ હોવાના કારણે ટક્કર વાગતા જ પ્રફુલભાઇ રોડ ઉપર પડી ગયા હતા અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમનું મોત થયું હતું.

આજે શૈલેષ પરમારનો ડ્રાઈવર પોલીસ સામે હાજર થયો હતો. પોલીસના જણાવ્યા મુજબ અકસ્માત સમયે ગાડી ડ્ર્રાઇવર દેવેન્દ્ર ચલાવતો હતો કે નહીં તેની તપાસ કરવામાં આવશે.પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજથી તપાસ હાથ ધરી છે.