SaurashtraGujaratRajkot

રાજકોટમાં હીટ એન્ડ રનની ઘટના : નશામાં ધૂત કારચાલકની ટક્કરથી બાઈક સવારનું કરુણ મોત

રાજ્યમાં સતત અકસ્માતની ઘટનાઓ માં વધારો થઈ રહ્યો છે. તેને લઈને સતત સમાચાર સામે આવતા રહે છે. જ્યારે આજે આવા જ સમાચાર રાજકોટ શહેરથી સામે આવ્યા છે. રાજકોટમાં નશામાં ધૂત બેફામ કાર ચાલક દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો છે. આજે સવાર ના રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર રામદેવપીર ચોકડી ઓવરબ્રિજ પર ફૂલ ઝડપે કાર ચલાવી બાઈક સવારને અડફેટે લેતા અકસ્માત સર્જવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. તેની સાથે બાઈક સવારને 200 મીટર સુધી ઢસડી કાર શીતલ પાર્ક પાસે આવેલ ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટમાં દારૂના નશામાં ધૂત કાર ચાલક દ્વારા શહેરના 150 ફૂટ રિંગ રોડ પર રામદેવપીર ચોકડી ઓવરબ્રિજ પર બાઈક ચાલકને અડફેટે લેવામાં આવતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. તેની સાથે મૃતક કિરીટભાઈ રસિકભાઈ પૌન્દા હોવાની જાણકારી પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવી છે. આ સિવાય અકસ્માત સર્જનાર કારમાં સવાર અનંત ગજ્જર અને દેવેન્દ્ર ઉપાધ્યાય દારૂના નશામાં ધૂત જોવા મળતા તેની પોલીસ દ્વારા અટકાયત કરી તપાસ હાથ ધરવામાં આવી છે.

આ દુર્ઘટનામાં DCP સુધીર દેસાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બન્ને શખ્સો નશાની હાલતમાં હતા તેની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને અકસ્માતની કલમો અને માનવ સઅપરાધ વધની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મૃતક કિરીટભાઇ હોવાની જાણકારી સામે આવી છે. તેમના પરિવારનો સંપર્ક કરાઈ રહ્યો છે.