અંકલેશ્વર હાઇવે પર સર્જાઈ હિટ એન્ડ રનની ઘટના, બે સગી બહેનોના મોત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અંકલેશ્વર નજીક નેશનલ હાઇવેથી સામે આવ્યો છે.
જાણકારી મુજબ, અંકલેશ્વર પાસે નેશનલ હાઇવે પર આમળા ખાડી બ્રિજ પર રાત્રીના હીટ એન્ડ રનની ઘટના ઘટી હતી. જેમાં અજાણ્યા વાહન દ્વારા મોપેડ ઉપર સવાર બે સગી બહેનોને અડફેટે લેવામાં આવતા બંનેનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે પિતાને ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયા છે. જ્યારે અજાણ્યો વાહનચાલક અકસ્માત સર્જી વાહન લઇને નાસી જતા બી ડિવિઝન પોલીસ દ્વારા રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અંકલેશ્વર નજીક નેશનલ હાઇવેથી સામે આવ્યો છે.
જાણકારી મુજબ, અંકલેશ્વર પાસે નેશનલ હાઇવે પર આમળા ખાડી બ્રિજ પર રાત્રીના હીટ એન્ડ રનની ઘટના ઘટી હતી. જેમાં અજાણ્યા વાહન દ્વારા મોપેડ ઉપર સવાર બે સગી બહેનો ને અડફેટે લેવામાં આવતા બંનેનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે પિતાને ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયા છે. ત્યારે અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી વાહન લઇને નાસી જતા બી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, અંકલેશ્વર ના ભડકોદ્રા ગામ પાસેની ઇકરા સ્કૂલ પાસે આવેલ શાહીન પાર્ક સોસાયટીમાં રહેનાર શેર અલી ખાન તેમની બે પુત્રી કનીસ ફાતમા અને સીમા જલાલને લઈને મોપેડ પર 17 મી જુલાઈ ના રોજ રાત્રીના સમયે મોહરમ પર્વ નિમિત્તે તાજીયાનું ઝુલુસ જોવા માટે અંકલેશ્વર શહેરના વિસ્તારમાં ગયેલા હતા. એવામાં તાજીયાનું ઝુલુસ જોઈ તેઓ મોપેડ પર તે ઘરે પરત આવી રહ્યા હતા. તે દરમિયાન નેશનલ હાઇવે પર આમલા ખાડીના ઓવરબ્રિજ ઉપર પુરઝડપે આવનાર અજાણ્યા વાહન ના ચાલક દ્વારા તેમના મોપેડને અડફેટ લેતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા પિતા શેરઅલી ખાન અને બંને પુત્રીઓ રસ્તા પર પટકાયા હતા. અકસ્માતમાં ગંભીર ઇજાના લીધે 17 વર્ષીય કનીજ ફાતમા અને 16 વર્ષીય સીમા જમાલનું ઘટનાસ્થળ પર મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે શેરઅલી ખાનને ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
તેની સાથે અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી વાહન લઇને નાસી ગયો હતો. અકસ્માતની જાણ થવાની સાથે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ નો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસ ના કાફલા દ્વારા બંન્ને બહેનોના મૃતદેહને પીએમ અર્થે ખસેડી ફરાર વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવા માટે કવાયત હાથ ધરી હતી.હાથ ધરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, અંકલેશ્વરના ભડકોદ્રા ગામ પાસેની ઇકરા સ્કૂલ પાસે આવેલ શાહીન પાર્ક સોસાયટીમાં રહેનાર શેરઅલી ખાન તેમની બે પુત્રી કનીસ ફાતમા અને સીમા જલાલને લઈને મોપેડ પર 17 મી જુલાઈના રોજ રાત્રીના સમયે મોહરમ પર્વ નિમિત્તે તાજીયાનું ઝુલુસ જોવા માટે અંકલેશ્વર શહેરના વિસ્તારમાં ગયેલા હતા. એવામાં તાજીયાનું ઝુલુસ જોઈ તેઓ મોપેડ પર તે ઘરે પરત આવી રહ્યા હતા. તે દરમિયાન નેશનલ હાઇવે પર આમલા ખાડીના ઓવરબ્રિજ ઉપર પૂરઝડપે આવનાર અજાણ્યા વાહનના ચાલક દ્વારા તેમના મોપેડને અડફેટ લેતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા પિતા શેરઅલી ખાન અને બંને પુત્રીઓ રસ્તા પર પટકાયા હતા. અકસ્માતમાં ગંભીર ઇજાના લીધે 17 વર્ષીય કનીજ ફાતમા અને 16 વર્ષીય સીમા જમાલનું ઘટનાસ્થળ પર મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે શેરઅલી ખાનને ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
તેની સાથે અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી વાહન લઇને નાસી ગયો હતો. અકસ્માતની જાણ થવાની સાથે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસના કાફલા દ્વારા બંન્ને બહેનોના મૃતદેહને પીએમ અર્થે ખસેડી ફરાર વાહનચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવા માટે કવાયત હાથ ધરી હતી.