GujaratAhmedabad

ગૃહમંત્રી અમિત શાહના બહેન રાજેશ્વરીબેનનું નિધન, શાહના તમામ કાર્યક્રમ રદ્દ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ઘરેથી એક દુઃખદ ઘટના સામે આવી છે. અમિત શાહના બહેન રાજેશ્વરીબેનનું નિધન થયું છે. આ કારણોસર આજના ગુજરાતના અમિત શાહના તમામ કાર્યક્રમો રદ કરી દેવાયા છે. અમિત શાહના બેનનું અવસાન થવાના લીધે આ કાર્યક્રમો કેન્સલ કરવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે, અમિત શાહના બહેન રાજેશ્વરીબેનની અમદાવાદની કેડી હોસ્પિટલમાં લાંબા સમયથી સારવાર ચાલી રહી હતી. આ કારણો સર અમિત શાહના આજે બનાસકાંઠા અને રક્ષા યુનિવર્સીટી ખાતેના કાર્યક્રમમં હાજરી આપી શકશે નહીં.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં બેનનું આજ રોજના અવસાન થયું છે. રાજેશ્વરીબેન પ્રદીપભાઈ શાહ લાંબા સમયથી સારવાર હેઠળ રહેલા હતા. જ્યારે અમિત શાહ પણ ઉત્તરાયણના લીધે ગુજરાતમાં હાજર રહેલા છે અને કેટલાક કાર્યક્રમમાં પણ તે હાજરી આપવાના હતા. પરંતુ એકના એક બેનના નિધન સમાચાર મળતા જ તેમને પોતાના તમામ કાર્યક્રમને રદ કરી નાખ્યા હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, રાજેશ્વરીબેનને ફેફસાંની તકલીફ રહેલી હતી. આ કારણોસર તેમને એક મહિના અગાઉ મુંબઈ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. મૃતદેહને મુંબઈથી અમદાવાદ મેપલ 3-શાલ હોસ્પિટલ પાસે રાજેશ્વરીબેનના ઘરે લવાયો છે. તેમની ઉંમર અંદાજીત 65 વર્ષની રહેલી હતી અને તેઓ અમિત શાહનાં મોટા બેન છે.

નોંધનીય છે કે, અમિત શાહનો બનાસકાંઠા અને રક્ષા યુનિ.નો કાર્યક્રમ રદ્દ કરી દેવાયો છે. આ અગાઉ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અચાનક મુંબઈ આવી પહોંચ્યા હતા. અમિત શાહની બેન મુંબઈની હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા હતા. અમિત શાહ પોતાની બેનની પૂછપરછ કરવા સીધા જ મુંબઈમાં આવી પહોંચ્યા હતા. તેની સાથે અમિત શાહ મુંબઈ આવ્યા બાદ મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ ખબર લેવા હોસ્પિટલ પહોંચ્યા હતા.