SaurashtraGujaratRajkot

ગૃહ મંત્રી હર્ષ સંઘવીની ક્ષત્રિય આગેવાનો સાથે ગુપ્ત બેઠક, આ બાબતમાં કરાઈ ચર્ચા….

રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. એવામાં ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવેલ વિરોધને શાંત પાડવા માટે ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે સતત બેઠકો થઈ રહી છે. એવામાં આ મામલામાં રાજકોટમાં એક ખાનગી હોટલમાં ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજી અને સાંસદ કેસરીદેવસિંહ ઝાલા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે, રાજકોટમાં ખાનગી હોટલમાં ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય આગેવાનો સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના ગુસ્સાને શાંત કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેના સિવાય ક્ષત્રિય સમાજ ના મત નું નુકસાન ન પહોંચે તે અંગે ચર્ચા પણ કરાઈ હતી.

નોંધનીય છે કે, રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ પર કરવામાં આવેલ ટિપ્પણી ભાજપ પક્ષ માટે ચિંતાનો વિષય બની ગઈ છે. ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન ના પાર્ટ-2 શરૂ થવાનો સમય થઈ ગયો છે. નવી રણનીતિ આધારે ગુજરાતમાં ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ નેતાઓ નો વિરોધ કરાઈ રહ્યો છે. એવામાં સાબરકાંઠામાં ક્ષત્રિય સમાજ નો ઉગ્ર વિરોધ પણ જોવા મળ્યો છે. અહીં ભાજપના નેતાઓ અને ક્ષત્રિયો વચ્ચે ઝપાઝપી ના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. જ્યારે ભાજપના ધારાસભ્ય રમણ વોરા ને ધક્કે પણ ચડાવવામાં આવ્યા હતા.