બિપોરજોય વાવાઝોડાનો ધીરે-ધીરે ગુજરાતમાં ખતરો વધતો જોવા મળી રહ્યો છે. તેને લઈને હવામાન વિભાગ દ્વારા ભયાનક આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ બનશે. તેની સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા છે. હાલમાં જખૌ પોર્ટથી વાવાઝોડું દૂર રહેલું છે. જ્યારે આ વાવાઝોડું ઉત્તર પૂર્વીય દિશા તરફ સતત આગળ વધી રહ્યું છે. જ્યારે આ વાવાઝોડું ગઈકાલના ટકરાવવાની શક્યતા રહેલી છે.
હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જખૌ બંદરની પાસે વાવાઝોડું ટકરાવવાની શક્યતા રહેલી છે. વાવાઝોડું જયારે ટકરાશે ત્યારે પવનની ઝડપ 125-150 કિમીની રહી શકે છે. તેની સાથે અમદાવાદમાં આવતીકાલના વીજળીના કડાકા સાથે વરસાદી માહોલ રહેવાનો છે. આ સિવાય હવામાન વિભાગ દ્વારા કચ્છ, જામનગર, મોરબી, દ્વારકા, રાજકોટમાં વધુ સાવચેતી રાખવાની સૂચના લોકોને આપવામાં આવી છે. જ્યારે લાંબા સમય સુધી વાવાઝોડાની અસર રહેવાની છે. તેની સાથે તમને જણાવી દઈએ કે, આજે દ્વારકામાં, ઓખા, રાજકોટ અને જૂનાગઢ ભારે વરસ્યો છે. જ્યારે અમદાવાદમાં આજ સાંજના વરસાદ વરસ્યો હતો.
તેની સાથે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ પણ ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે. ત્યારે હાલ વાવાઝોડું જખૌ બંદરેથી 260 કિલોમીટર અને દ્વારકાથી 290 કિમોમીટર દૂર રહેલું છે. ત્યારે કાલે વાવાઝોડું જખૌ બંદરેથી પસાર થવાનું છે. તેના લીધે આગામી 24 કલાકમાં દ્વારકામાં ભારે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. જ્યારે કચ્છ, મોરબી, જામનગર સહિતનાં વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે.