India

હોટેલનો વેઈટર બોય બન્યો IAS ઓફિસર, 156મો રેન્ક લાવી નામના મેળવી

જયગણેશની પારિવારિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી અને તેના કારણે તે એક સમયે વેઈટર તરીકે કામ કરતો હતો. પરંતુ પોતાની મહેનત અને ક્ષમતાના આધારે તેણે 156મો રેન્ક મેળવીને IAS બનવાનું સપનું પૂરું કર્યું.કહેવાય છે કે સતત મહેનત કરવાથી સફળતા ચોક્કસ મળે છે. IAS અધિકારી કે. જયગણેશ તમામ પ્રતિકૂળ સંજોગો અને છ વખત સિવિલ સર્વિસની પરીક્ષામાં નાપાસ થવા છતાં તેણે હાર ન માની અને પોતાનું સ્વપ્ન સાકાર કર્યું.

જયગણેશના પરિવારની સ્થિતિ બહુ સારી નહોતી. આ કારણે ક્યારેક તેને વેઈટર તરીકે કામ કરવું પડતું હતું. પરંતુ તેની મહેનત અને ક્ષમતાના આધારે તેણે સિવિલ સર્વિસમાં 156મો રેન્ક મેળવીને IAS બનવાનું સપનું પૂરું કર્યું.

જયગણેશ ખૂબ જ સાધારણ પરિવારના છે. તેમના પિતા એક કારખાનામાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. જયગણેશ નાનપણથી જ અભ્યાસમાં સારો હતો અને તેણે 12માની પરીક્ષા 91 ટકા માર્ક્સ સાથે પાસ કરી હતી. આ પછી તેણે થંથી પેરિયાર ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં એડમિશન લીધું.

અભ્યાસ પૂરો કર્યા પછી, તેને એક કંપનીમાં નોકરી પણ મળી, જ્યાં તેને દર મહિને 2500 રૂપિયાનો પગાર મળતો હતો. 2500 રૂપિયામાં પોતાનું ઘર નહીં ચાલે તેવી જોબ વિશે જયગણેશને લાગવા માંડ્યું અને તેણે નોકરી છોડીને યુપીએસસીનો અભ્યાસ શરૂ કર્યો.