લગ્ન બાદ સાસરિયાઓ અને પતિ દ્વારા પરિણીતાને શારીરિક અને માનસિક ત્રાસ આપવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આવું જ એક કિસ્સો અમદાવાદ શહેરમાં સામે આવ્યો છે. જ્યાં યુવતીનો પતિ તેના પર શંકા કરતો અને રોજ ઓફિસથી ઘરે આવીને પહેલા યુવતીનો મોબાઈલ ચેક કરતો હતો. તેમજ અનેક વખત માર પણ મારતો હતો. એક દિવસ તો પતિએ યુવતીને એવું કહ્યું કે તારે બીજા કોઈ વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બાંધવા હોય તો તને છૂટ છે મને કોઈ પ્રોબ્લમ નથી. આમ સત્ય કહી ત્રાસ આપતા યુવતી કંટાળી ગઈ હતી. એક દિવસ તો પતિએ ઝઘડો કરીને યુવતીને ઘરમાંથી બહાર નીકળી જવા માટે કહી દીધું હતું. ત્યારે આ સમગ્ર મામલે યુવતીએ પોલીસ ફરિયાદ કરી છે. અને પોલીસે પણ આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઇસનપુરમાં વસવાટ કરતી 29 વર્ષની ઉંમરની એક યુવતી છેલ્લા દોઢેક વર્ષથી તેના માતા-પિતા સાથે રહે છે અને તે નર્સિંગનો અભ્યાસ પણ કરે છે. કાંકરિયામાં વસવાટ કરતા એક યુવક સાથે વર્ષ 2020માં તેના લગ્ન થયા હતા. લગ્ન પછી યુવતીની સાસુ જમવાનું બનાવવાની વાતને લઈને યુવતી સાથે અવારનવાર ઝઘડો કર્યા કરતા હતાં. તો યુવતી જ્યારે પણ નોકરીથી ઘરે આવે ત્યારે તેનો પતિ યુવતી પર શંકા રાખીને સૌથી પતિ તેનો મોબાઈલ ફોન લઈ લેતો અને પછી આખો ફોન તપાસતો હતો કે કોના ફોન અને મેસેજ આવ્યા છે. યુવતીએ તેના સગા વ્હાલાઓના ફોન નંબર સેવ કર્યા હતા તેને લઈને પણ પતિને શકના રહેતી હતી જેથી પતિએ યુવતીના સગાઓના નંબર પણ બ્લોક કરી દીધા હતાં. એક દિવસ સવારે સાત વાગ્યાના સમયની આસપાસ યુવતી જ્યારે રસોઇ બનાવી રહી હતી તે દરમિયાન પતિએ શંકા રાખીને યુવતીનો ફોન તપાસ્યો અને બાદમાં યુવતીને માર મારીને તેને સારવાર માટે ખસેડી હતી.
વધુમાં યુવતીએ જણાવ્યું કે, તેનો પતિ તેની સાથે શારીરિક સંબંધ બાંધતો ન હતો. અને એક દિવસ તો પતિએ કહ્યું કે તું બીજા ગમે તેની સાથે શારીરિક સબંધ બાંધી શકે છે મને કોઈ પ્રોબ્લમ નથી. અને એક દિવસ તો પતિએ ઝઘડો કરીને યુવતીને ઘરમાંથી બહાર નીકળી જવાનું કહેતા યુવતી ઘેરેથી નીકળીને સવારે 4 વાગ્યા સુધી રસ્તા પર બેસી રહી હતી. ત્યારે પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને યુવતીએ આખરે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે પણ ફરિયાદના આધારે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.