AhmedabadGujarat

જો તમે અમેરિકામાં ગેરકાયદેસર રીતે જવાનું વિચાર કરી રહ્યા છો તો આ સમાચાર જરૂર વાંચો….

વિદેશમાં જવાનો ગુજરાતીઓ ખાસ જોવા મળે છે. એવામાં અમેરિકા જવા માટે ગુજરાતીઓ ગેરકાયદેસર રીતે ઘૂસવાનો પ્રાસ કરતા હોય છે. પરંતુ ક્યારેક તેમને આ જવું ભારે પડે છે. જ્યારે થોડા દિવસ પહેલા અમદાવાદનું એક દંપતી ગેરકાયદેસર રીતે અમેરિકા જવા માટે નીકળ્યુ હતું. તેમનું ઈરાનમાં અપહરણ કરી લેવામાં આવ્યું હતું. અપહરણકર્તાઓ દ્વારા યુવકના શરીર પર બ્લેડ વડે હુમલો કરી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ દંપતિ દ્વારા મદદ માટે વિનંતી કરવામાં આવી હતી. ગુજરાત સરકારના પ્રયાસો બાદ આ યુવક અને તેની પત્ની અપહરણકર્તાઓ બચી ગયા હતા.

જ્યારે આ દંપતિની વાત કરવામાં આવે તો આ દંપતીનું નામ પંકજ પટેલ અને નિશા પટેલ રહેલ છે. આ દંપતિને અપહરણકર્તાઓથી બચાવીને અમદાવાદ લાવીને સૌથી પહેલા સારવાર અપાઈ હતી. નિશા પટેલે વિદેશમાં તેમની સાથે શું થયું તેને લઈને જણાવ્યું હતું. તેમને જણાવ્યું હતું કે, ગેરકાયદેસર અમેરિકા લઈ જવા માટે 1.15 કરોડમાં સોદો કરવામાં આવ્યો હતો. અમને સૌથી પહેલા મેક્સિકોથી અમેરિકા પહોંચાડવામાં આવ્યા હતા. પરંતુ અચાનક અમારો રુટ બદલી નાખવામાં આવ્યો હતો. જ્યારે ઈરાન પર અમારા પર અત્યાચાર આચારવામાં આવ્યા હતા.

તેની સાથે ઈરાનમાં અમારું હોટલમાં બુકિંગ કરવામાં આવ્યું હતું. પરંતુ તેના બદલે અમને કોઈ બીજી જગ્યાએ લઇ જવામાં આવ્યા હતા. ત્યાં અમે વિદેશમાં હોઈ તેમ અમારા વિડીયો બનાવીને કામ પૂર્ણ થઈ ગયું હોય તેમ બતાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી.

તેની સાથે તે પણ જાણકારી સામે આવી છે કે, આ દરમિયાન ગુજરાતી દંપતી એકલુ જ નહોતું. તેમની સાથે 8 જેટલા લોકો રહેલા હતા, જેમને આ પ્રકારે જ પીડા અપાઈ હતી. જ્યારે નિશા પટેલ અમેરિકા જવાના ખ્વાબ દેખનારા લોકોને કહ્યું છે કે, જ્યારે પણ તમારા દ્વારા એજન્ટની પસંદગી કરવામાં આવે છે ત્યાં તેના પર તમને વિશ્વાસ પણ હોવો જરૂરી છે. જ્યારે કાયદેસર રીતે લઇ જાય તેમના સંપર્ક તમારે રહેવું જોઈએ. અજાણ્યા એજન્ટ સાથે કોઈ ચર્ચા કરવી ન જોઈએ.