GujaratRajkotSaurashtra

કુતરા પાળવાનો શોખ હોય તો થઈ જજો સાવધાન, તમારી પર પણ થઈ શકે છે પોલીસ ફરિયાદ!

ગુજરાતમાં રખડતા ઢોરના આતંકના કારણે અનેક લોકોને ગંભીર ઇજા તો કેટલાકનું મોત પણ નીપજ્યું છે. તેમજ રખડતા ઢોરનો મામલો અનેક વખત હાઈકોર્ટ સુધી પણ પહોંચ્યો છે. પરંતુ ગુજરાતના રાજકોટ શહેરમાં એક અજીબ પ્રકારની ઘટના સામે આવી છે. જ્યાં કૂતરાએ ભસવાનું શરૂ કરતાં ગાય દોડી હતી અને તે એક સ્કૂટર ચાલકને અથડાઇ ગઈ હતી. ત્યારે ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલ છોકરીએ આ મામલે કૂતરાના માલિક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતના રાજકોટ શહેરમાં એક અજીબ ઘટના સામે આવી છે. બે છોકરીઓ સ્કૂટર પર જઈ રહી હતી તે દરમિયાન કૂતરાએ ભસવાનું શરૂ કરતાં જ ગાય દોડી હતી અને તે સ્કૂટર પર જઈ રહેલી બે છોકરીઓ સાથે અથડાઇ ગઇ હતી. જેથી બંને છોકરીઓ ઈજાગ્રસ્ત થઈ હતી. ત્યારે સ્કૂટર ચલાવતી છોકરીએ આ મામલે કુતરાના માલિક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી દીધી છે.

નોંધનીય છે કે, રાજ્યભરમાં રખડતા ઢોરના આતંકને કારણે અનેક અકસ્માતો સર્જાયા છે. જેમાં અત્યારસુધીમાં અનેક લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે તો અનેક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવવો પડ્યો છે. ચૂંટણી પહેલા રાજય સરકાર રખડતા ઢોરને લઈને એક કાયદો લઈને આવી હતી. જો કે, દબાણની રાજનીતિને કારણે થઈને રાજ્ય સરકારે આ કાયદો પરત લેવો પડ્યો હતો. જો કે, આ બધા વચ્ચે રાજકોટમાં બનેલ આ ઘટના હાલ તો ચર્ચાનું કેન્દ્ર બની છે.