આમોદમાં ભત્રીજીના લગ્નની કંકોત્રી આપવા નીકળેલા બે કાકાના અકસ્માતમાં મોત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત આમોદ તાલુકાના આનોર ગામ થી સામે આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, આમોદ તાલુકાના આનોર ગામમાં ભત્રીજી ની લગ્નની કંકોત્રી આપવા માટે નીકળેલા બે કાકાના નાહીએર ગામ પાસે છોટા હાથી ટેમ્પો સાથે અકસ્માત સર્જાતા બંનેના મોત નીપજ્યા હોવાની ઘટનાની સામે આવી છે. એવામાં બંને કાકાના મોતથી પરિવારજનો માં શોકનું મોંજુ છવાઈ ગયું છે. આ મામલામાં અમોદ પોલીસ દ્વારા ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
તમને જણાવી દઈએ કે, આનોર ગામમાં રહેનાર ગણપત સોમાભાઈ સોલંકી ની પુત્રી વૈશાલીના લગ્ન રાખવામાં આવ્યા હતા. તેના લીધે ગણપત સોલંકીના નાના ભાઈ મુકેશ સોમાભાઈ સોલંકી અને પિતરાઈ ભાઈ સુરેશ બચુભાઇ સોલંકી સાથે મોટરસાયકલ લઈને લગ્નની કંકોત્રી આપવા માટે જંબુસર તરફ આવ્યા હતા. ત્યાર બાદ બંને કંકોત્રી આપીને સાંજના સમયે ઘરે પરત આવી રહ્યા તે સમયે નાહીયેર ગામમાં આમોદથી ભરૂચ તરફ જવાના રોડ પર મુકેશ અને સુરેશની મોટર સાયકલને છોટા હાથી ટેમ્પો સાથે ટક્કર મારવામાં આવી હતી.
તેના લીધે મુકેશ અને સુરેશ માર્ગ પર પટકાતા તેમને ભારે ઈજા પહોંચી હતી. આ કારણોસર બંનેનું ઘટનાસ્થળ પર મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગેની જાણકારી મળતા આમોદ પોલીસ સ્ટેશન નો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી આ મામલામાં કાર્યવાહી શરુ કરી હતી. અકસ્માતની જાણકારી પરિવારના સભ્યોને થતા તેઓ પણ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. એવામાં ઘરમાં ભત્રીજીના લગ્ન હોય ત્યારે બંને કાકાના મૃત્યુથી પરિવાર સહિત ગ્રામજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.