રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત ડીસા-ધાનેરા રોડ પરથી સામે આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ડીસા-ધાનેરા રોડ પર આજે બોલેરો કાર અને બાઈક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. બોલેરોચાલક દ્વારા બાઈકને ટક્કર મારવામાં આવતા બાઈક ચાલક ટેન્કરના પાછળના ટાયરમાં ઘૂસી જતા ઘટનાસ્થળ પર તેનું કરુણ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. અકસ્માતની જાણ થતા જ ડીસા તાલુકા પોલીસની ટીમનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે, ડીસા-ધાનેરા રોડ પર આવેલા કંસારી ગામની નજીક આ અકસ્માત સર્જાયો હતો. હાઇવે પરથી પસાર થઈ રહેલા એક બાઈકને બોલેરોના ચાલક દ્વારા ટક્કર મારવામાં આવતા બાઈક ચાલક રોડ પટકાયો હતો. તે દરમિયાન સામેથી આવી રહેલા એક ડમ્પર નીચે બાઈક ચાલક આવી જતા તે કચડાઈ ગયો હતો. તેના લીધે યુવકનું ઘટનાસ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ ડીસા તાલુકા પોલીસ અને 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી આવી હતી.
ઘટના સર્જાતા જ સ્થાનિક લોકો ઘટનાસ્થળ પર દોડી આવ્યા અને રાહતની કામગીરી હાથ ધરી હતી. પેટ્રોલપંપ પર કામ કરનાર અને દામા ગામના યુવક અનિલ ઠાકોરનું આ અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા છે.