GujaratRajkotSaurashtra

રાજકોટની સિટી બસમાં ટિકિટ ના બાકી પૈસા માંગતા કંડકટર અને ડ્રાઈવરે વૃદ્ધને ઢોર માર્યો

રાજકોટ મનપા સંચાલિત સિટી બસ ને લઈને વિવાદ સામે આવ્યો છે. કેમ કે રાજકોટ સિટી બસના ડ્રાઈવર અને કંડકટર દ્વારા એક વૃદ્ધને માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં વૃધ્ધને ભારે ઈજા થઈ છે. તે બાબતમાં વૃદ્ધ દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવતા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટ શહેરમાં રહેનાર નંદલાલભાઈ ઠક્કર નામના 69 વર્ષીય વૃદ્ધ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે, ગઈ કાલ સવારના સમયે મારે ત્રીકોણબાગ કોઈ કામ કારણોસર જવાનું હતું. તેના લીધે હું ઇન્દિરા સર્કલ થી સીટી બસ નં. 2 માં બેઠો હતો. બસના કંડકટર ને મેં 40 રૂપીયા આપ્યા અને જણાવ્યું કે, મને સંપૂર્ણ દિવસની ટીકીટ આપો. તેના લીધે કંડક્ટરે મારી પાસેથી 40 રૂપિયા લઈને આગળ બીજા પેસેન્જર ની ટિકિટ ફાડવા માટે ચાલ્યો ગયો હતો. ત્યાર બાદ મેં કંડક્ટરે ટીકીટમાંથી વધતા રૂપિયા માંગ્યા હતા. પરંતુ કંડકટર દ્વારા મારા બાકી રહેલા પૈસા પરત આપવામાં આવ્યા નહોતા. તેના લીધે મેં ફરીથી માંગ્યા તો તેને ગાળો બોલવાનું શરૂ કરી દીધું હતું.

આ કારણોસર મેં તેને ગાળો બોલવાની ના પાડી તો તે ગુસ્સે થઈ ગયો અને મારી સાથે મારામારી કરવા લાગ્યો હતો. એવામાં બસના ડ્રાઇવર દ્વારા ત્રીકોણ બાગ ખાતે બસ ને રોડની સાઇડમાં ઉભી રાખી દેવામાં આવી હતી. ત્યાર બાદ તે પણ બસની અંદર આવી અને મને મારવા લાગ્યો હતો. એવામાં બસના કંડકટર દ્વારા તેની પાસે રહેલ ટિકિટ મશીન મારા માથામાં મારી દેવામાં આવ્યું હતું. તેના લીધે મને માથામાં લોહી નીકળવા લાગ્યું હતું. તેના લીધે બસમાં બેઠેલા પેસેન્જર દ્વારા વધુ માર માંથી મને છોડાવી લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ હું બીજી બસમાં બેસીને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ગયો હતો. જ્યારે મને આ ઈજાના લીધે માથાના ભાગમાં ટાંકા આવ્યા છે.

આ મામલામાં વૃધ્ધાને ઇજા પહોંચાડનાર બસના કંડકટર તથા ડ્રાઇવર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેના લીધે ગાંધીગ્રામ પોલીસ દ્વારા બન્ને વિરૂદ્ધ ફરિયાદ દાખલ આગળની કાર્યવાહી શરૂ કરી છે.