રાજકોટમાં જનેતાએ બે સંતાનોનું ગળું દબાવી હત્યા કરી પોતે પણ ગળેફાંસો ખાઈને જીવન ટુકાવ્યું, કારણ ચોંકાવનારું
રાજકોટ શહેરથી દર્દનાક ઘટના સામે આવી છે. રાજકોટમાં એક માતાએ પોતાના બે બાળકોના જીવ લીધા બાદ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હોવાનું સામે આવ્યું છે. ઘરકંકાસમાં લીધે મહિલા દ્વારા આ પગલું ભરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. મહિલાએ પતિ ના ત્રાસના લીધે જીવન ટુકાવ્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટના એસટી વર્કશોપની પાસેલ આવેલ આંબેડકર નગરમાં આ ઘટના ઘટી છે. માતા દ્વારા જ પોતાના બાળકોની હત્યા કર્યા બાદ ગળેફાંસો ખાઈને જીવન ટુકાવ્યું છે. બાળકોની હત્યા પાછળ કોઈનો હાથ છે કે નહીં તેની પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે. આ મામલામાં માલવીયાનગર પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
જ્યારે આત્મહત્યા કરનાર મહિલાની સાથે ઘરમાંથી 5 વર્ષના દીકરા અને 6 માસ ની દીકરીની લાશ પણ મળી આવતા ચકચાર મચી ગયો છે. આજુબાજુમાં રહેનાર લોકો પણ આ ઘટનાને લઈને સ્તબ્ધ થઈ ગયા છે. જ્યારે મૃતક મહિલા ની તેના પતિ સાથે બોલાચાલી થતા મહિલા દ્વારા આત્મહત્યા કરી લેવામાં આવી છે. તેમ છતાં આ મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
મહિલાએ આત્મહત્યા કર્યા પાછળનું કારણ જાણવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી શરુ કરવામાં આવી છે. તેની સાથે મૃતદેહ ના પોસ્ટમોર્ટમ રિપોર્ટ્સ બાદ મોતનું કારણ જાણીને પોલીસ દ્વારા આ કેસમાં વધુ તપાસ કરવામાં આવશે.
સ્થાનિક ચર્ચા અનુસાર મૃતક મહિલા મનીષા બેન પરમાર દ્વારા પોતાના પતિ સાથે કોઈ બાબતમાં ઝઘડો થયો હતો. ત્યાર બાદ ગુસ્સામાં આવી પોતાના 5 વર્ષ અને 6 માસની પુત્રીની હત્યા કરી નાખી હતી. ત્યાર બાદ મનીષા બેને પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવી દીધું હતું.