રાજકોટમાં મોબાઈલ કે રોકડ રકમની નહીં પણ લાખો રૂપિયાના વાળની થઈ ચોરી
તમે અત્યાર સુધી રોકડા રૂપિયા,ઘરેણાં, વાહન કે મોબાઈલ જેવી ચોરીના કિસ્સાઓ વિશે સાંભળ્યું હશે. પણ શું તમે જ્યારે એવું સાંભળ્યું કે વાળ ચોરી થયા હોય?રાજકોટમાં આવું જ કંઈક સામે આવ્યું છે. જ્યા 2 લાખ રૂપિયા વાળની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ કેસમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા 10 વર્ષથી પુષ્પેન્દ્રસિંગ વાળનો વેપાર કરે છે અને 5 વર્ષથી મોરબીમાં જાંબુડીયા ગામે વસવાટ કરીને આ ધંધો કરુ છું. સૌરાષ્ટ્રભરના જુદા જુદા ગામોમાં વાળંદ તેમજ બીજા લોકો દ્વારા એકઠા થયેલા વાળને ખરીદી તેને હું કોલકત્તામાં વેંચી દઉં છું. પુષ્પેન્દ્ર અને તેનો મિત્ર નાગેશ્વર ચૌહાણ ગત રોજ બાઇક લઇને રાજકોટના રૈયા નામના ગામ ખાતે છુટક વાળ ખરીદવા માટે આવ્યા હતાં. અહીં પરષોત્તમભાઈ મેં જે રૈયા ગામના વેપારી છે તેમની પાસેથી 1.60 લાખ રૂપિયામાં 24 કિલો 600 ગ્રામ વાળ તેમજ અન્ય છુટક વેપારીઓ પાસેથી 82,400 રૂપિયાના 16 કિલો વાળ ખરીદ્યા હતા. આમ કુલ મળીને અમે રૂ. 2,08,400 રૂપીયાના 40 જેટલા કિલો વાળ ખરીદીને પ્લાસ્ટીકની બોરીઓમાં ભરીને અમે રાતના સમયે રૈયા ગામથી અમારા બાઇક પર નીકળીને મોરબી તરફ જવા રવાના થયા હતાં.
ત્યારે રસ્તામાં અતિથી દેવો ભવ હોટેલ નજીક પહોંચ્યા તે દરમિયાન માધાપર ચોકડી બાજુથી અચાનક પુષ્પેન્દ્ર અને તેના મિત્રની બાઇકની પાછળ એક કાળા રંગની રિક્ષા આવી અને તેમાંથી ડ્રાઇવર સહિત ત્રણ લોકો નીચે ઉતરીને અમારી સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. ત્યાં બીજા એક કાળા કલરના કેટીએમ બાઇક પર અન્ય બે શખ્સ આવી પહોંચ્યા મિત્ર નાગેશ્વર પાસેથી ખરીદેલો માલ લૂંટીને રિક્ષામાં નાખી દીધો હતો.
નોંધનીય છે કે, પુષ્પેન્દ્રએ આ સમગ્ર મામલે રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે આરોપીઓને ઝડપી પાડવા અલગ અલગ ટિમો બનાવીને કાર્યવાહી હાથ ધરી હતી. અને મોડી રાતે ગુનાનો ભેદ ઉકેલીને તમામ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. હાલ તો પોલીસે આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.