GujaratRajkotSaurashtra

રાજકોટમાં PSI એ દારૂના નશામાં 17 વર્ષીયે કિશોરીને અડફેટે લીધી

રાજ્યમાં અકસ્માતની ઘટના સામે આવી છે એવી જ એક બાબત સામે આવી છે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગેટ પાસે મોડી રાત્રીના નશામાં ધૂત કારચાલક PSI દ્વારા સાયકલ પર સવાર કિશોરીને અડફેટે લેવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. અકસ્માતમાં સાયકલ પર સવાર કિશોરીને ગંભીર ઈજા પહોંચી છે. હાલમાં કિશોરી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલી છે. ત્યારે કિશોરીના મોટાભાઈ દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં લક્ષ્મીનારાયણ વ્યાસ નામના PSI સામે ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસ કારચાલક PSI ની અટકાયત કરવામાં આવી છે. PSI લક્ષ્મીનારાયણ વ્યાસ સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે, ગઈકાલ રાત્રીના અકસ્માત સર્જ્યા બાદ પીએસઆઈ બિન્દાસ અંદાજમાં ધુમ્રપાન પણ કરતો જોવા મળ્યો હતો.

તમને જણાવી દઈએ કે, રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગેટ નજીક ગઈ કાલ રાત્રીના એક કાર ચાલક દ્વારા સાયકલ પર જઈ રહેલી 17 વર્ષીય કિશોરીને અડફેટે લેવામાં આવી હતી. આ અકસ્માતના લીધે લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. લોકો દ્વારા ઈજાગ્રસ્ત કિશોરીને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યારે કારચાલકને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં કારચાલક નશાની હાલતમાં જોવા મળ્યો હતો. તેની સાથે અકસ્માત સર્જ્યા બાદ પણ તે બિન્દાસ અંદાજમાં સિગારેટ પીતો પણ જોવા મળ્યો હતો.

તેની સાથે આ અકસ્માત અંગેની જાણકારી પોલીસને કરવામાં આવતા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણકારી સામે આવી છે કે, કિશોરીની અડફેટે લેનાર ભુજ પોલીસ સ્ટેશનમાં પોલીસ સબ ઇન્સ્પેકટર હોવાનું સામે આવ્યું છે. ત્યાર બાદ યુનિવર્સીટી પોલીસ અકસ્માત કરનાર પોલીસકર્મીની અટકાયત કરવામાં આવી હતી.

આ મામલામાં કિશોરીના મોટાભાઈ દ્વારા ભુજ પોલીસના વાયરલેસ PSI લક્ષ્મીનારાયણ એસ વ્યાસ સામે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કિશોરીના મોટાભાઈ અદિત ચૌહાણ દ્વારા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે પોલીસે ફરિયાદના આધારે કારચાલક PSIની અટકાયત કરવામાં આવી છે.