SaurashtraGujaratRajkot

રાજકોટ માં નવ મહિનાની દિકરીને એસીડ પીવડાવી માતાએ પણ કરી આત્મહત્યા

રાજકોટ જિલ્લાના ઉપલેટા થી એક દુઃખદાયક સમાચાર સામે આવ્યા છે. આ વિસ્તારમાં માતા દ્વારા પોતાની 9 મહિનાની દીકરીને એસિડ પીવડાવ્યા બાદ પોતે પણ એસિડ પી આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને લઈને પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. માતાનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે અને 9 મહિનાની દીકરી સારવાર હેઠળ રહેલ છે.

આ સમગ્ર ઘટનાને લઈને ફરિયાદી ગાંડાભાઈ મકવાણા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તેઓ ઉપલેટાના ભીમોરા ગામમાં મજૂરી કામ કરી જીવન પસાર કરે છે. તેમજ તેમને  સંતાનમાં એક 9 મહિના ની દીકરી રહેલી છે. તેમજ તેમના લગ્ન મઘરવાડા ગામમાં રહેનાર ધનાભાઈ નારણભાઈ જાપડા ની દીકરી મનિષા સાથે આજથી 2 વર્ષ અગાઉ સમાજના રીત રિવાજ મુજબ થયા હતા.

આ મામલામાં ઉપલેટા પોલીસ દ્વારા મહિલા ના મૃતદેહને પીએમ કરાવી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા આત્મહત્યા ને લઈને ચોક્કસ કારણ જાણવા માટે પરિવારજનો દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ત્યારે પોલીસ દ્વારા આ સમગ્ર મામલામાં મૃતક મહિલા સામે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.