સુરતમાં પોલીસે યુવકને લાફો માર્યો, વિડિયો વાયરલ થતા પોલીસ સામે થઈ મોટી કાર્યવાહી
સુરતના રેલ્વે પોલીસ સ્ટેશનનો તાજેતરમાં એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં પોલીસકર્મી દ્વારા એક યુવકને લાફો મારવામાં આવી રહ્યો હોવાનું જોવા મળ્યું હતું. એવામાં આ વિડીયોને લઈને જોરશોરથી વિવાદ ચાલી રહ્યો હતો. જ્યારે હવે સમાચાર સામે આવ્યા છે. વાઈરલ વિડીયો જોવા પોલીસકર્મી નરસિંહભાઈ નામના પોલીસકર્મીને ફરજ પરથી મોકૂફ કરી દેવાયા છે.
તમને જણાવી દઈએ કે, પાંચ ઓગસ્ટનો સુરત શહેર પોલીસ સ્ટેશનનો એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં એક બાઈકચાલક યુવકને પોલીસ સ્ટેશનની અંદર લઇ જવામાં આવ્યો હતો. ત્યારે નરસિંહભાઈ નામના ફરજ બજાવનાર કોન્સ્ટેબલ દ્વારા યુવકને તમાચો મારવામાં આવ્યો હતો. યુવકની સાથે ગયેલા એક યુવક દ્વારા મોબાઈલમાં આ વિડીયો કેદ કરી લેવામાં આવ્યો હતો.
આ સિવાય વીડિયો શૂટિંગ ઉતારી રહેલા યુવક પર અન્ય કર્મચારીનું ધ્યાન જતા તેનો મોબાઈલ પણ ઝૂંટવી લેવામાં આવ્યો હતો. તેની સાથે આ સમગ્ર ઘટનાનો વીડિયો વાઇરલ થતા શહેરભરમાં રેલવે પોલીસને લઈને ચર્ચાઓ ચાલવા લાગી હતી. એવામાં હવે આ સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓને તપાસ સોંપવામાં આવતા તપાસ કરનાર અધિકારી દ્વારા કોન્સ્ટેબલ નરસિંહને ફરજ પરથી મોકૂફ કરી દેવાયા છે.
આ ઘટનાને લઈને રેલવે ડિવાય એસપી ડી. એચ. ગોરે દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સમગ્ર ઘટનાને લઈને જણાવી દઈએ કે, શરૂઆતમાં એક બાઈકચાલક રેલવે પોલીસ સ્ટેશન પાસેથી બાઈક લઈને જઈ રહ્યો હતો. તે સમયે યુવક ત્યાં ઉભેલો હતો અને મોબાઈલ પર તે વાત કરી રહ્યો હતો. તેને સાઈડ પર જવાનું કહ્યું પરંતુ તે મોબાઇલ પર વાત કરતા કરતા તે બાઈક ચલાવવા લાગ્યો હતો. તેના લીધે અટકાવતા યુવક ગુસ્સે ભરાઈ ગયો હતો. એવામાં યુવાન પાસે ડોક્યુમેન્ટ માગવામાં આવતા તેના દ્વારા આનાકાની કરવામાં આવી હતી. ત્યારબાદ તેને પોલીસ સ્ટેશન લઈ જઈ દંડ ભરવા જણાવ્યું હતું અને ત્યાર બાદ તે જેમતેમ બોલવા લાગ્યો હતો. તેના લીધે મારામારી થઈ ગઈ હતી. ત્યાર બાદ પોલીસ દ્વારા આ વર્તન કરવામાં આવ્યું હતું. એવામાં યુવક દ્વારા મોબાઈલમાં વિડીયો બનાવવાનું શરુ કરી દેવામાં આવ્યું હતું. તેના લીધે વિડીયો ડીલીટ કરવાનું કહેતા વાતાવરણ તંગ ભર્યું બની ગયો હોવાનું વિડીયોમાં જોવા મળી રહ્યું છે. આ સિવાય અન્ય એક યુવક વિદ્યો બનાવી રહ્યો હતો તેનો ફોન પણ ઝૂંટવી લેવામાં આવ્યો હતો. એવામાં અનેક પ્રશ્નો વચ્ચે પોલીસ દ્વારા કોન્સ્ટેબલ નરસિંહને ફરજ મોકૂફ કરી કાર્યવાહી કરવામાં આવી છે.