થરાદમાં ફૂલ સ્પીડમાં આવી રહેલ કાર ગરનાળામાં ખાબકતા ત્રણને ઇજા
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત બનાસકાંઠાના થરાદથી સામે આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, બનાસકાંઠાના થરાદ-સાંચોર હાઈવે પર ચાલી રહેલા નાળાના કામ કાર ખાબકતા અકસ્માત સર્જાયો છે. જાણકારી મુજબ, આ હાઈવે ગાયત્રી મંદિર અને ગાયત્રી હાઇસ્કૂલ પાસે ફોરલેન રોડની કામગીરી ચાલી રહી છે. એવામાં રાત્રીના થરાદ-ડીસા ચાર રસ્તાથી એક મારૂતિ કાર ફૂલ ઝડપે આવી રહી હતી અને તે નાળામાં ખાબકી ગઈ હતી. તેના લીધે અકસ્માત સર્જાયો હતો.
આ મામલામાં સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ કારમાં ત્રણ લોકો રહેલા હતા. તેમને ઈજા પહોંચતા 108 મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. થરાદ પોલીસ સ્ટેશનમાં આ મામલામાં તપાસ કરવામાં આવી તો ગાડી અંગે કોઈ ગુનો દાખલ કરવામાં આવ્યો ન હોવાનું સામે આવ્યું છે. થરાદ માર્કેટયાર્ડ થી શીત કેન્દ્ર સુધી ફોરલેન રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. એવામાં આ કામગીરી દરમિયાન આ કારનો અકસ્માત સર્જાયો છે.