તબીબની ગેરહાજરીમાં તેની પત્નીએ દર્દી સાથે કર્યું એવું કે…
સુરત શહેરના ઉધના વિસ્તારમાં એક ક્લિનીકમાં છાતીમાં દુઃખાવાની ફરીયાદ સાથે સારવાર માટે ગયેલા એક યુવકને તબીબની પત્નીએ ગ્લુકોઝની બોટલમાં 7થી8 ઈન્જેક્શનો એક સાથે આપી દીધા પછી યુવકનું મોત નિપજ્યું હતુ. યુવકનું મોત થઈ જતા પરિવારે ક્લિનીકમાં સારવાર કરનાર બોગસ તબીબ હોવાનો તેમજ તેમની બેદરકારીના કારણે આ યુવકનું મોત નિપજ્યું હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઉધના નહેરૂનગર ખાતે વસવાટ કરતા 42 વર્ષીય ભટુ નિંબાભાઈ પાટીલ રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. મંગળવારે રાત્રીના સમયે ભટુભાઈને સિવિલ ખાતે બેભાન હાલતમાં લઅવવામાં આવતા ત્યાં ફરજ પર હાજર ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ભટુભાઈના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે ઉધના પોલીસે પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી હતી. ત્યારે પોલીસ સમક્ષ ભતુભાઈના પરિવારે આક્ષેપ કર્યા હતા કે 10 તારીખના રોજ ભટુભાઈને છાતીમાં દુઃખાવો ઉપડ્યો હોવાથી તેમને તાત્કાલિક સારવાર માટે ઉધના રોડ નં.6 ખાતે આવેલા જન સેવા ક્લિનીકમાં લઈ ગયા હતા.
ત્યાં હાજર રામધન યાદવના તબીબે ભટુભાઈને ઈન્જેક્શન આપી ઘરે મોકલ્યા હતા. પરંતુ તેમની તબિયતમાં સુધારો ના થતા તેમને ફરીથી ક્લિનીક પર લઈ ગયા હતા. તે સમયે તબીબ રામધન ક્લિનિક પર હાજર ન હોવાથી તેમની પત્ની શીલાએ ગ્લુકોઝની બોટલ ચડાવી તેમાં એકસાથે 7થી 8 જેટલા ઈન્જેક્શનો આપ્યા હતા. અને ત્યારબાદ ભટુભાઈની તબિયત વધુ લથડી અને તેઓનું મોત થયું હતું. તબીબ રામધન યાદવ પહેલા કમ્પાઉન્ડર તરીકે કોઈ ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતો હતો અને તેની પત્ની શીલા યાદવે 10માં ધીરણ સુધીનો અભ્યાસ કર્યો છે.
આ પણ વાંચો: ત્રણ વાહનો વચ્ચે સર્જાયો ભયંકર અને દર્દનાક અકસ્માત
આ પણ વાંચો: વાપીમાં સ્કૂલ બસે બાઈકને અડફટે લેતા બે ભાઈઓના કરૂણ મોત, પરિવારજનોમાં શોકનું મોંજુ છવાયું
આ પણ વાંચો: ગુજરાતમાં પહેલીવાર યોજાશે સ્વયંવર, મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો રહેશે ઉપસ્થિત
તમને જણાવી દઈએ કે, ઉધના પોલીસે હાલતો મૃતક ભટુભાઈનુ ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરાવવાની સાથે જ ક્લિનીક ચલાવનાર તબીબ રામધન અને તેની પત્નીની ડિગ્રીની પાલિકા તેમજ જિલ્લા આરોગ્ય વિભાગની મદદથી ખરાઈ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા પછી તેમની મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.